News Continuous Bureau | Mumbai
Ola ઈલેક્ટ્રીકે ફેસ્ટિવલની સિઝનમાં માર્કેટમાં વધુ એક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ નવા સ્કૂટરને ઓલા એસ1 એર નામ આપ્યું છે. તેની કિંમત Ola S1 કરતા ઓછી છે. તેને Ola S1ના આધાર પર પણ બનાવવામાં આવ્યું છે. કંપનીના વડા ભાવિશ અગ્રવાલે આ S1 એર વિશે જણાવ્યું કે તે માત્ર 25 પૈસાના ખર્ચે એક કિલોમીટરનું અંતર કાપશે.
ઓલાના નવા સ્કૂટર S1 Airની કિંમત 84,999 રૂપિયા છે. પરંતુ કંપની તેના પર ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે 24 ઓક્ટોબર સુધી Ola S1 Air બુક કરો છો તો તમને તે 79,999 રૂપિયામાં મળશે. જો તમે દિવાળીના દિવસે S1 એર બુક કરાવો છો તો લગભગ પાંચ હજાર રૂપિયાની બચત થશે.
Olaનું નવું સ્કૂટર S1 Air 999 રૂપિયાની ટોકન રકમ ચૂકવીને બુક કરાવી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે સ્કુટર એક વાર ફૂલ ચાર્જ પર ઈકો મોડ માં 101 કિમીથી વધુનું અંતર કાપી શકે છે.
ઓલાના નવા સ્કૂટરમાં 34 લિટર અંડર-સીટ સ્ટોરેજ મળશે. તો સાથે સ્કુટરની સ્ક્રીન સાઉન્ડ બદલી શકો છો.. તેમાં 10W નું સ્પીકર પણ આપેલું છે, આ સિવાય S1 એરમાં ફ્લેટ ફૂટબોર્ડ, સ્કલ્પ્ટેડ સીટ્સ, ટ્વિન રિયર સસ્પેન્શન અને ફ્રન્ટ ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન પણ આપવામાં આવ્યું છે.
Ola S1 Airને સંપૂર્ણ ચાર્જ થવામાં 4.5 કલાકનો સમય લાગે છે. આ સ્કૂટરમાં ત્રણ રાઈડ મોડ આપવામાં આવ્યા છે. આ ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ છે. કંપનીએ આ સ્કૂટરના 5 કલર રજૂ કર્યા છે. આ છે નિઓ મિન્ટ, જેટબ્લેક, કોરલ ગ્લેમ, પોર્સેલિન વ્હાઇટ અને લીક્વીડ સિલ્વર.
Ola S1 Airની ખરીદી વિન્ડો ફેબ્રુઆરી 2023માં ખુલશે. તેની ડિલિવરી એપ્રિલ 2023માં શરૂ થવાનું અનુમાન આ સ્કૂટરનું વજન માત્ર 99 કિલો જેટલુ છે. કંપનીએ તેમાં 4.5kWની ઇલેક્ટ્રિક મોટર આપી છે. તેમાં 2.5kWh બેટરી પેક છે.
કંપનીનો દાવો છે કે Ola S1 Air એક ચાર્જ પર ઈકો મોડમાં 101 કિલોમીટરથી વધુનું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ પણ 90 kmph છે.