Site icon News Continuous Bureau | Mumbai

Share Market Today: લોકસભાની ચૂંટણીના પરિણામને દિવસે ભારતીય શેરબજારમાં નોંધાયો ભારે ઘટાડો.. સેન્સેક્સ 4000 પોઈન્ટ્સ તૂટ્યો..

Share Market Today: દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1700 પોઈન્ટ્સ અને નિફ્ટી 500 પોઈન્ટ્સ તૂટ્યો હતો. પરંતુ બાદમાં ઘટાડો વધુ વધ્યો અને સેન્સેક્સ 4000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટીએ 1000થી વધુ પોઈન્ટનો ડાઈવ લીધો હતો.

On the day of the result of the Lok Sabha elections, the Indian stock market fell sharply.. Sensex fell by 4000 points..

On the day of the result of the Lok Sabha elections, the Indian stock market fell sharply.. Sensex fell by 4000 points..

News Continuous Bureau | Mumbai 

Share Market Today: લોકસભા ચૂંટણી 2024 (  Lok Sabha Elections ) પૂર્ણ થયા બાદ, આજે સવારે 7 વાગ્યાથી દેશમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ, શેરબજારને મત ગણતરીના પ્રારંભિક વલણો ગમ્યા ન હતા અને અગાઉના ટ્રેડિંગ દિવસની જેમ, લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે, શેરબજાર બમ્પર બાઉન્સને બદલે ઘટાડા સાથે ખુલ્યું હતું. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. અગાઉ, એક્ઝિટ પોલના અંદાજો બાદ સોમવારે બજારમાં બંને સૂચકાંકોમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Channel

પ્રી-ઓપન માર્કેટમાં BSE સેન્સેક્સ ( Sensex ) 647.75 પોઈન્ટ વધીને 77,116.53 પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી ( Nifty ) ઈન્ડેક્સ 172.55 પોઈન્ટના વધારા સાથે 23,436.45 ના સ્તર પર ખુલ્યો હતો. પરંતુ થોડી જ વારમાં તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 183 પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 84 પોઈન્ટ ઘટ્યો હતો. આ પછી જ્યારે સવારે 9.15 વાગ્યે શેરબજાર ખુલ્યું તો સેન્સેક્સ અને નિફ્ટી ( Stock Market ) ખુલતાની સાથે જ તૂટ્યા હતા. સેન્સેક્સ 1708.54 અથવા 2.23 ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 404 પોઈન્ટ ઘટીને 22,859 પર ખુલ્યો હતો, ટ્રેડિંગની ( trading ) 15 મિનિટ દરમિયાન આ ઘટાડો વધુ ઝડપી બન્યો હતો અને સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 2700 પોઈન્ટ્સ હતો, જેમાં તે જ્યારે તે 843 પોઈન્ટ્સ ઘટ્યો હતો.

Share Market Today: બીએસઈના 30 શેરમાંથી 28 શેર ઘટાડામાં ટ્રેડ થઈ રહ્યા હતા…

બીએસઈના 30 શેરમાંથી 28 શેર ઘટાડામાં ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં લાર્જ કેપ કંપનીઓમાં પાવરગ્રીડ શેરમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો અને તે 6.49 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય NTPC શેર ( NTPC Shares ) 6.23 ટકા, SBI શેર 5.34 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય એલટી (4.51%), એક્સિસ બેંક (4.33%), રિલાયન્સ (3.99%), ઇન્ડસઇન્ડ બેંક (4.20%) નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Israel Maldives: લક્ષદ્વીપ અને ગોવાની મુલાકાત લો…, ઇઝરાયેલે માલદીવમાં ઇઝરાયલી નાગરિકોને પ્રતિબંધિત કરવાના નિર્ણય બાદ લીધો આ મોટો નિર્ણય.. 

મિડ કેપ કંપનીઓ વિશે વાત કરીએ તો, REC Ltd શેર csx 9.11%, SJVN 8.53%, SAIL 8.33%, IDEA 7.43%, PFC 7.36% ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સ્મોલ કેપ કંપનીઓમાં NDTV શેર 9.59%, HUDCO 7.98%, BBL 7.42% ઘટાડો નોંધાયો હતો.

Share Market Today: ચૂંટણીના પરિણામો પહેલા, સોમવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરનો સેન્સેક્સ 2000 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો..

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પરિણામો પહેલા, સોમવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરનો સેન્સેક્સ 2000 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો અને દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 76,738.89 ના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 2507.47 પોઈન્ટ્સ અથવા 3.39 ટકાના ઉછાળા સાથે 76,468.78 ના સ્તર પર બંધ થયો હતો. 

સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ચૂંટણીના પરિણામો પહેલા 600 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને ટ્રેડિંગના ટૂંકા ગાળામાં 23,338.70ની વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, બજાર બંધ સમયે નિફ્ટી 733.20 પોઈન્ટ અથવા 3.25 ટકાના વધારા સાથે 23,263.90 પર બંધ થયો હતો. માર્કેટમાં આવેલી તેજીને કારણે ગઈકાલે રોકાણકારોએ લગભગ 12 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
Exit mobile version