Site icon

Onion Price Hike: તહેવારોની સિઝનમાં હવે નહિ રડાવે ડુંગળી, સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું, ભાવ રહેશે નિયંત્રણમાં..

Onion Price Hike: ડુંગળીના ભાવ વધવાના ટ્રેન્ડને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકાર બફર સ્ટોકમાંથી 3 લાખ મેટ્રિક ટન ડુંગળી છોડશે. નાફેડ અને એનસીસીએફ દ્વારા ડુંગળી બજારમાં આવશે.

Onion Price Hike: Centre begins release of stocks from onion buffer of 3 lakh metric tonne

Onion Price Hike: Centre begins release of stocks from onion buffer of 3 lakh metric tonne

News Continuous Bureau | Mumbai 
Onion Price Hike: ડુંગળીની વધતી કિંમતો(Onion Prices) ને ડામવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર તેના બફર સ્ટોક(Buffer Stock) માંથી 3 લાખ મેટ્રિક ટન ડુંગળી ખુલ્લા બજારમાં છોડવા જઈ રહી છે. જે રાજ્યોમાં ડુંગળીના છૂટક ભાવ સમગ્ર ભારતની સરેરાશ કિંમત કરતા વધારે છે અને જ્યાં છેલ્લા એક મહિનામાં ભાવમાં વધારો થયો છે, તે રાજ્યોમાં કેન્દ્ર સરકાર તેના સ્ટોકમાંથી ડુંગળી છોડશે.

ડુંગળીની વધતી કિંમતો અંગે યોજાઈ બેઠક

ગુરૂવારે, 10 ઓગસ્ટ, 2023 ના રોજ, ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે NAFED અને NCCF ના મેનેજિંગ ડિરેક્ટર સાથે ડુંગળીની વધતી કિંમતો અંગે બેઠક યોજી હતી. જેમાં બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઈ-ઓક્શન અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ડુંગળી વેચવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

સહકારી મંડળીઓને રાહત દરે ડુંગળી મળશે

ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી ઉપલબ્ધ કરાવવા માટે ડુંગળીના વેચાણના જથ્થા અને ઝડપ પર ડુંગળીના ભાવ અને ઉપલબ્ધતાનું ધ્યાન રાખવામાં આવશે. છૂટક બજારમાં ડુંગળી વેચવા ઉપરાંત, કેન્દ્ર સરકાર રાજ્યોને પણ સસ્તા દરે ડુંગળી આપશે જેથી તેઓ ગ્રાહક સહકારી અને કોર્પોરેશન રિટેલ સ્ટોર દ્વારા ડુંગળી વેચી શકે.

આ સમાચાર પણ વાંચો : No Honking Day: મુંબઈ પોલીસે 2,000થી વધુ ઉલ્લંઘન કરનારાઓ સામે નોંધ્યો ગુનો, વસુલ્યો અધધ આટલા લાખ રૂપિયાનો દંડ…

ચાલુ વર્ષે બફર સ્ટોક માટે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી હતી. જો જરૂર પડશે તો સરકાર વધુ ડુંગળી ખરીદી શકે છે. નાફેડ અને NCCF બંનેએ જૂન-જુલાઈમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી 1.50 મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરી હતી. તે જ સમયે, આ વર્ષે સંગ્રહ દરમિયાન ડુંગળીનો બગાડ અટકાવવા માટે ભાભા અણુ સંશોધન કેન્દ્ર સાથે કરાર કરવામાં આવ્યો છે.

આ રીતે થાય છે ભાવ નિયંત્રિત

કેન્દ્ર સરકારના ભાવ સ્થિરીકરણ ફંડ હેઠળ ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે જેથી ડુંગળીના ભાવમાં થતી વધઘટને નિયંત્રિત કરી શકાય. રવિ સિઝનમાં ડુંગળીની ખરીદી કરવામાં આવે છે જેથી કરીને ઓફ સિઝનમાં એવા સ્થળોએ ડુંગળીને સાચવી શકાય જ્યાં તેનો વપરાશ ઘણો વધારે હોય. 2020-21માં માત્ર 1 લાખ મેટ્રિક ટન ડુંગળીનો બફર સ્ટોક હતો. જે હવે ત્રણ ગણો વધીને 3 લાખ મેટ્રિક ટન થયો છે. આ બફર સ્ટોકને કારણે, ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સાથે, ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી પૂરી પાડીને ભાવ સ્થિર રાખવામાં તે સફળ રહ્યું છે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version