Site icon

ખુશખબર.. તહેવાર ટાણે ભાવો કાબુમાં લેવા માટે કેન્દ્ર સરકાર મક્કમ .. 15000 ટન કાંદા વિદેશથી આયાત કરવામાં આવ્યા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
06 નવેમ્બર 2020
મોંઘા ભાવના કાંદાથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં કાંદાના ભાવમાં રાહત મળી શકે છે. સહકારી સંસ્થા નાફેડે શુક્રવારે 15000 ટન આયાત કરેલ કાંદાની આપૂર્તિ માટે આદેશ જારી કર્યા છે અને આ સંબંધમાં બોલી લગાવનારાઓને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. નાફેડે કહ્યું કે, આનાથી ઘરેલું બજારમાં ઉપલબ્ધતા વધશે અને કિમતો કાબુમાં રહેશે. નાફેડે કહ્યું કે 'આયાત કરેલ કાંદા બંદરગાહ  ધરાવતા શહેરોમાંથી કરાશે. તેથી ઝડપી આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને પૂછવામાં આવ્યું છે કે, તેમને કેટલી માત્રામાં કાંદાનો સ્ટોક જોઈએ છે. 

Join Our WhatsApp Community

આયાત કરતી વખતે આ વેળા કાંદાની ગુણવત્તા અને કદ પર વિશેષ ભાર મૂક્યો છે. જે ભારતીય ગ્રાહકોની પસંદગી સાથે મેળ ખાય છે. ભારતમાં સામાન્ય રીતે મધ્યમ કદના કાંદા પસંદ કરવામાં આવે છે. જ્યારે વિદેશી કાંદાનું કદ 80 મીમી સુધી મોટું હોય છે. ગયા વર્ષે, એમએમટીસીએ તુર્કી અને ઇજિપ્તમાંથી સીધા પીળા,ગુલાબી અને લાલ કાંદાની આયાત કરી હતી.  આ વર્ષે ટૂંકા સમયમાં સારી ગુણવત્તાનના કાંદાની આપૂર્તિ સુનિશ્ચિત કરવા માટે ખાનગી આયાતકારોને પણ ઓફર આપવામાં આવી છે..

આ દરમિયાન કાંદાના જથ્થાબંધ અને છૂટક ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી રવીના જુના સ્ટોક અને ખરીફના નવા સ્ટોક આવવાથી ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે. કાંદા બજાર ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. મંડી ભાવ મુજબ દેશના કેટલાક ભાગોમાં કાંદાના ભાવ પ્રતિ કિલો રૂપિયા 80-100 સુધી છે.

New India Co-operative Bank Scam:ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક કૌભાંડ: EDએ પૂર્વ ચેરમેન હિરેન ભાનુની ₹16.95 કરોડની મિલકતો ટાંચમાં લીધી
Gold-Silver Price Drop:ખરીદદારો માટે લોટરી કે રોકાણકારો માટે ફટકો? ચાંદી ₹4,700 તૂટી, સોનાના ભાવમાં પણ મોટું ગાબડું
RBI Repo Rate: RBI ગવર્નરનો મોટો નિર્ણય: વ્યાજદરોમાં ફેરફાર નહીં, શું મોંઘવારી કાબૂમાં આવશે? વાંચો સંપૂર્ણ અહેવાલ.
Gold-Silver Price Surge: બજારમાં કડાકો! ચાંદીના ભાવમાં ₹12,000 નો તોતિંગ વધારો, સોનાના ભાવે પણ તોડ્યા તમામ રેકોર્ડ
Exit mobile version