Site icon

મોંધવારીનો માર, આગામી દિવસમાં કાંદા, ટમેટાના ભાવ ફરી રડાવશે; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai 

મોંઘવારીની ચક્કરમાં પહેલાથી જ પીસાઈ રહેલા સામાન્ય નાગરિકોને આગામી દિવસમાં ખિસ્સા વધુ હળવા કરવા પડે એવી શક્યતા છે. આગામી સમયમાં કાંદા, ટમેટા વગેરેના ભાવ ફરી આસમાને જવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ  પવન અને માવઠાને કારણે ખેતી જન્ય અનેક ઉત્પાદનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થયું છે. રાજ્યમાં ખાસ કરીને નાસિક, પાલઘર, અહમદનગર, ધુળે, નાંદેડમાં કમોસમી વરસાદે ખેતી જન્ય પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

 આ સમાચાર પણ વાંચો :  ગ્લોબલ માર્કેટમાં ફરી  ક્રૂડ તેલના ભાવમાં થયો વધારો, માત્ર એક દિવસમાં થયો આટલા ડોલરનો તોતિંગ વધારો; જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ પર શું થઈ અસર

કમોસમી વરસાદમાં દ્રાક્ષ, ઘઉં, મકાઈ, કેળા, કાંદા અને ટમેટાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને નાશિકમાં કાંદા અને દ્રાક્ષના પાકને ભારે નુકસાન થયું છે. અહીં હાલ કાંદાને પાકને કાઢવાનો સમય થઈ ગયો હતો. અહમદગરના મોટાભાગના પહેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ઘઉંનો પાક પડી ગયો છે. ટમેટા અને કાંદા પાકને પણ નુકસાન થયું છે. ધુળેમાં ઘઉંના પાકને અસર થઈ છે.

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version