Site icon

CAIT: મેટા ની ગુડગાંવ ઓફિસ ખાતે દેશના વિવિધ રાજ્યોના 60 પ્રમુખ વેપારી નેતાઓ ને ઓનલાઈન વ્યાપાર અને ટેક્નોલોજી અંગેની આપવામાં આવી તાલીમ

CAIT: કેટ એ શંકર ઠક્કરને કેટ મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા, ટેક્નોલોજી ની ક્રાંતિથી વધશે વ્યાપાર - કેટ

Online Business and Technology training imparted to 60 top business leaders from various states of the country at META's Gurgaon office*

Online Business and Technology training imparted to 60 top business leaders from various states of the country at META's Gurgaon office*

News Continuous Bureau | Mumbai

CAIT: કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહાસચિવ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે ( Shankar Thakkar ) જણાવ્યું હતું કે કેટ એ દેશના ટોચના વ્યાપારી અગ્રણીઓને ( top business leaders ) ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સ એપ અને રીલ જેવા સોશિયલ મીડિયા ના માધ્યમો દ્વારા ઓનલાઈન વ્યાપાર ( Online business ) કરવા માટે પ્રોત્સાહિત અને ટેક્નોલોજી વિશે માહિતી આપવા માટે ગુડગાંવ ( Gurgaon ) માં મેટા કાર્યાલય ખાતે બે દિવસીય ‘ટ્રેન ધ ટ્રેનર’ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

તાલીમ શિબિરમાં ભાગ લેવા દેશભરના વેપારી અગ્રણીઓ મેટાની હેડ ઓફિસ ખાતે રૂબરૂ આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર શંકર ઠક્કરે કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે, બહુ રાષ્ટ્રીય માર્કેટિંગ કંપની મેટાએ દેશભરના વેપારીઓને વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને રીલ નો ઉપયોગ કરી પોતાનો વેપાર વધારવા માટે મેટા જે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની એ ભારતમાં લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોને તેમનો વ્યવસાય કેવી રીતે વધારવો તેની તાલીમ આપવા માટે, દેશમાં વેપારીઓની સૌથી મોટી સંસ્થા કેટ સાથે જોડાણ કર્યું છે. જે અંતર્ગત દેશભરના વેપારીઓને ડિજિટલ બિઝનેસમાં જોડવા અને તાલીમ આપવા માટે ‘ટ્રેન ધ ટ્રેનર’ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.

શંકર ઠક્કરે એમ પણ જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જે વેપારીઓના કૌશલ્યોને વધારશે જેથી કરીને દેશના વેપારીઓ માત્ર સોશિયલ મીડિયા માર્કેટિંગ દ્વારા તેમના વ્યવસાયને વધારી શકે નહીં પરંતુ અન્ય વેપાર સંગઠનો/વેપારીઓને પણ વ્યવસાય કેવી રીતે વધારવો તે અંગે શિક્ષિત કરી શકે. તે વેપારી સમુદાયને શિક્ષિત કરીને સેવા કરવાની પૂરતી તક પણ પૂરી પાડશે.

આ સમાચાર પણ વાંચો : AU Small Finance Bank: એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ‘ભારત’માં વૃદ્ધિને વેગ આપવા માટે “સ્વદેશ બેંકિંગ” રજૂ કર્યું

તાજેતરમાં પૂરા થયેલા G 20માં વિશ્વને ભારતની વધતી જતી ડિજિટલ ટેક્નોલોજીથી વાકેફ કરવામાં આવ્યું હતું અને તમામ દેશોએ ભારતના વધતા ડિજિટલાઈઝેશનને માન્યતા આપી હતી.આને ધ્યાનમાં રાખીને  મેટા દ્વારા દેશભરના વેપારીઓ ને ડિજિટલ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર સંધ્યા દેવનાથને જણાવ્યું હતું કે, “આ ચોક્કસપણે તમારા નેતૃત્વ કૌશલ્યોને મજબૂત બનાવશે અને તમને ડિજિટલ ઇન્ડિયાનો અભિન્ન ભાગ બનાવશે. તે સોશિયલ મીડિયા અને તેના મહત્વના ઘટકો વિશે વેપારીઓના જ્ઞાનમાં પણ વધારો કરશે.

કેટ ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે દેશભરના વેપારી અગ્રણીઓને સાથે ચર્ચા કર્યા બાદ 31 ડિસેમ્બર સુધીમાં દેશના 50 હજારથી વધુ વ્યાપારીઓને ડિજિટલ બિઝનેસ સાથે જોડશે, તેમને ટ્રેનિંગ આપશે અને તેમને પ્રમાણપત્ર આપશે, જેનાથી ટેકનોલોજી સાથે બિઝનેસમાં વધારો થશે અને ક્રાંતિ આવશે. . બીજા દિવસના કાર્યક્રમમાં, શંકર ઠક્કરને કેટ મહારાષ્ટ્રના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

 

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version