ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
મજબૂત વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજારમાં આજે પણ પ્રારંભિક તેજી દેખાઈ રહી છે
બંને મુખ્ય ઇન્ડેક્સ આજે બુધવારના કારોબાર દરમિયાન લીલા નિશાન પર ખુલ્યા છે.
આજે વધારાને આગળ વધારતા શેરબજારમાં સેન્સેક્સ 58,310.68 ઉપર અને નિફ્ટી 17,408.45 ઉપર ખુલ્યા છે.
મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ 1736 પોઇન્ટ વધીને 58,142 પર બંધ થયો હતો જયારે નિફ્ટી 507 પોઈન્ટના વધારા સાથે 17352 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
