Site icon

Oxfam Report: વિશ્વના સૌથી ધનિક 1%ની સંપત્તિમાં 10 વર્ષમાં થયો 42 ટ્રીલીયન ડોલરનો વધારો, તો ટેક્સમાં મોટો ઘટાડોઃ રિપોર્ટ.. જાણો વિગતે..

Oxfam Report: બ્રાઝિલમાં G20 દેશોની સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં આ અમીર લોકો પર વધુ ટેક્સ લગાવવાની વાત થઈ શકે છે. જેથી દુનિયામાં ફેલાઈ રહેલી અસમાનતા દૂર કરી શકાય..

Oxfam Report Wealth of 1% rich increased by 42 trillion dollars in 10 years, tax burden on billionaires decreased report.

Oxfam Report Wealth of 1% rich increased by 42 trillion dollars in 10 years, tax burden on billionaires decreased report.

News Continuous Bureau | Mumbai

Oxfam Report: વિશ્વમાં છેલ્લા એક દાયકામાં ટોચના એક ટકા અમીરોની ( Rich ) સંપત્તિમાં $42 ટ્રિલિયનનો વધારો થયો છે. વિશ્વના ધનિકોએ $42 ટ્રિલિયનની સંપત્તિ ઊભી કરવામાં જે સફળતા મેળવી છે તે વિશ્વની અડધી વસ્તીની કુલ સંપત્તિ ( Wealth ) કરતાં 36 ગણી વધુ છે. ઓક્સફેમે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું હતું કે, આટલી સંપત્તિ બનાવવા છતાં આ અબજોપતિઓ તેમની કુલ સંપત્તિના માત્ર 0.5 ટકા ટેક્સ ચૂકવે છે. 

Join Our WhatsApp Community

બ્રાઝિલમાં આયોજિત G20 સમિટ પહેલા બિન-લાભકારી સંસ્થા તરીકે કામ કરતી Oxfam દ્વારા આ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઓક્સફેમે કહ્યું છે કે છેલ્લા એક દાયકામાં વિશ્વભરના એક ટકા અમીરોની સંપત્તિમાં ( Rich Wealth  )  કુલ 42 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં વિશ્વના અબજોપતિઓએ (  World Billionaire Wealth ) જે 42 ટ્રિલિયન ડોલરની સંપત્તિ ઊભી કરવામાં સફળતા મેળવી છે તે વિશ્વની સૌથી ગરીબ વસ્તીના 50 ટકા લોકોની સંપત્તિ કરતાં 36 ગણું વધુ છે. Oxfam અનુસાર, આ અબજોપતિઓમાંથી 80 ટકા G-20 દેશોમાં રહે છે. ઓક્સફેમના અહેવાલ મુજબ, છેલ્લા 10 વર્ષમાં ટોચના એક ટકા વ્યક્તિની સરેરાશ સંપત્તિમાં વાસ્તવિક દ્રષ્ટિએ લગભગ $400,000નો વધારો થયો છે, જ્યારે બાકીની સંપત્તિમાં માત્ર $335નો વધારો થયો છે

આ સમાચાર પણ વાંચો:  Paris Olympics 2024: શું પેરિસમાં ટોક્યો નો રેકોર્ડ તૂટશે? ભારતને આ દિગ્ગજ ખેલાડીઓ પાસેથી ઓલિમ્પિક મેડલ ની આશ.. જાણો વિગતે.

Oxfam Report:  આટલી બધી સંપત્તિ એકઠી કરવા છતાં આ અમીરોની આવકવેરા ભરવાની જવાબદારી ઘટી છે…

OXFAM એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે આટલી બધી સંપત્તિ એકઠી કરવા છતાં આ અમીરોની આવકવેરા ( Income tax ) ભરવાની જવાબદારી ઘટી છે, જેના કારણે હાલ સમગ્ર વિશ્વમાં અસમાનતા વધી રહી છે. બ્રાઝિલના નેતૃત્વ હેઠળ, G-20 દેશો, જેઓ વૈશ્વિક જીડીપીમાં 80 ટકા હિસ્સો ધરાવે છે, તેઓ અતિ સમૃદ્ધ લોકો પર કર વસૂલવા પર આંતરરાષ્ટ્રીય સહયોગને હાલ પ્રાથમિકતા આપી રહ્યા છે. બ્રાઝિલમાં G-20 દેશોના ( G20 countries ) નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકોના ગવર્નરોની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં આ મુદ્દા પર પણ હવે ચર્ચા થવાની આશા છે.  

ઓક્સફેમ ઈન્ટરનેશનલના અસમાનતા નીતિના વડા, મેક્સ લોસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અસમાનતા હાલ તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે અને સરકારો નાગરિકોને તેની પ્રતિકૂળ અસરોથી બચાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, સૌથી અમીર એક ટકા લોકો પોતપોતાના ખિસ્સા ભરવામાં હાલ વ્યસ્ત છે અને બાકીના લોકોને નાની નાની આવકો પર ટકી રહેવા માટે છોડી દેવામાં આવ્યા છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version