ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર
કોરોના મહામારીને કારણે ફક્ત ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ચલણી નોટોની માગમાં વધારો જોવા મળ્યો છે.
રિઝર્વ બેંકએ જારી કરેલા આંકડા અનુસાર 4 નવેમ્બર, 2016ના રોજ 17.74 લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો સર્ક્યુલેશનમાં હતી જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.
અમેરિકામાં પણ 2020ના અંત સુધીમાં સર્ક્યુલેશનમાં રહેલ કરન્સીનું મૂલ્ય વધીને 2.07 ટ્રિલિયન ડોલર થઇ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં 16 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે આર્થિક અનિશ્ચિતતાના સમયમાં ચલણી નોટોની માગ સૌથી વધુ જોવા મળે છે કારણકે આવા સમયમાં હાથ પર રોકડ એ જ સૌથી મોટી મિલકત હોય છે.