Site icon

મોંઘવારી આટલી બધી તેમ છતાં Parle-G બિસ્કિટના ભાવ કેમ નથી વધ્યા-આવું છે કારણ

News Continuous Bureau | Mumbai

‘પારલે-જી, જી માને જીનિયસ…’, દરેકને નાનપણથી જ પારલે-જી બિસ્કીટ(Parle-G Biscuits) સાથે અનોખો સંબંધ રહ્યો હશે. ખિસ્સામાં બહુ ઓછા પૈસા હશે તો પણ પેટની ભૂખ(hunger) પારલે-જી સંતોષી શકે છે. પારલે-જી ચાના કપમાં(teacup) ઓગાળીને આંગળીઓ વડે ખાવાનો એક અલગ જ આનંદ છે. પરંતુ આટલી મોંઘવારીમાં(inflation) પણ વર્ષોથી પારલે-જી સસ્તા ભાવે જ પોતાની બિસ્ટિકટ વેચતી આવી છે. પારવાર મોંઘવારી વચ્ચે પણ તેણે પોતાના ભાવ વધાર્યા નથી.

Join Our WhatsApp Community

સ્વાદની(taste) સાથે સાથે પારલે-જીની એક વસ્તુ જે વર્ષોથી સ્થિર રહી છે તે તેની કિંમત છે. પારલે-જીના એક નાના પેકેટની(small packets) કિંમત 2021 સુધીમાં માત્ર 4 રૂપિયા હતી. હવે આ બિસ્કીટ પાંચ રૂપિયામાં મળે છે. એટલે કે પારલે-જી ચાની કિંમત કરતાં સસ્તી છે. મોંઘવારી છતાં પારલે-જી ક્યારેય મોંઘું થયું નથી. પારલે-જી આટલા સસ્તામાં બિસ્કિટ આપવાનું કેવી રીતે પોસાય?

સ્વિગીના(Swiggy) ડિઝાઇન ડાયરેક્ટર સપ્તર્ષિ પ્રકાશે(Design Director Saptarshi Prakash) LinkedIn પર એક પોસ્ટ શેર કરીને જવાબ આપ્યો છે. પારલે-જી એક પ્રતિભાશાળી વ્યૂહરચના સાથે આવ્યું છે. બદલાતા સમય સાથે કિંમતમાં ફેરફાર કરવાને બદલે પારલે-જીએ બિસ્કિટ પેકેટની સાઈઝમાં ફેરફાર કર્યો. શરૂઆતમાં તેના પેકેટનું વજન 100 ગ્રામ, પછી 92.5 ગ્રામ, 88 ગ્રામ. અને હવે તે 55 ગ્રામ પર આવી ગયો છે. અત્યાર સુધીમાં પારલે-જીની નાના પેકેટના વજનમાં 45 ટકાનો ઘટાડો થયો છે. એટલા માટે પારલે કંપની આજે પણ આ બિસ્કીટ માત્ર 5 રૂપિયામાં આપી શકે છે.માર્કેટિંગની ભાષામાં(marketing terms) આ ટેકનિકને ગ્રેસફુલ ડિગ્રેડેશન(Graceful degradation) કહેવામાં આવે છે. સપ્તર્ષિ પ્રકાશે એ પણ ખુલાસો કર્યો છે કે વેફર્સ(Wafers), ચોકલેટ(Chocolate) અને ટૂથપેસ્ટ(Toothpaste) બનાવતી કંપનીઓ આવી વ્યૂહરચનાનો ઉપયોગ કરતી રહી છે.

આ સમાચાર પણ વાંચો હવે ચોખાની કિંમત વધી- આટલા ટકા દામ વધ્યા
 

Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Stock Market Crash:ટ્રમ્પની એક ગર્જના અને દલાલ સ્ટ્રીટમાં ચીસાચીસ: સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ, શું હજી મોટા કડાકાની છે આશંકા?
India’s New Crisis: ટ્રમ્પનો એક નિર્ણય અને ભારતની મુસીબત બેવડાઈ: તેલના ભાવોમાં ભડકો, એશિયાઈ બજારો કડડભૂસ, હવે શું થશે મોંઘવારીનું?
Gold Price Drop India:લગ્નની સીઝન પહેલા જનતાને લોટરી! સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો, ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય
Exit mobile version