Site icon

પાર્લે કંપનીની હરણફાળ- ખરીદી લેશે ફ્રાંસની વિશ્વપ્રસિદ્ધ એવી આ બિસ્કીટ કંપની

News Continuous Bureau | Mumbai

ડૉ. ગેરાર્ડ(Dr. Gerard) 200 થી વધુ વિવિધ પ્રકારના બિસ્કિટ(Biscuits) અને સ્વાદિષ્ટ નાસ્તા બનાવે છે. પારલેનું(Parle) દિલ પોલિશ કંપનીમાં(Polish Company) આવ્યું! બિસ્કીટ માર્કેટમાં(Biscuit Market) વર્ચસ્વ વધારશે

Join Our WhatsApp Community

જો બધુ બરાબર રહ્યું તો ભારતીય બિસ્કિટ ઉત્પાદક(Indian Biscuit Manufacturer) પાર્લે પ્રોડક્ટ્સ (Parle Products) ટૂંક સમયમાં પોલિશ કંપની ડૉ. ગેરાર્ડને ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં બ્રિજપોઈન્ટે ફ્રાન્સના ગ્રુપ પોલ્ટ પાસેથી ડૉ ગેરાર્ડને ખરીદ્યો હતો.

ખાનગી મીડિયા હાઉસમાં આવેલા એક અહેવાલ મુજબ, બ્રિજપોઈન્ટે(Bridgepoint) આ વર્ષની શરૂઆતમાં ડૉ ગેરાર્ડમાંથી બહાર નીકળવા માટે હોલિહાન લોકીને રાખ્યો હતો. જો કે, રશિયા અને યુક્રેન યુદ્ધ ઉપરાંત યુરોપમાં રાજકીય અસ્થિરતાએ પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ધીમી કરી. ડૉ. ગેરાર્ડની કિંમત હાલમાં રૂ. 1,000-1,200 કરોડ છે. તેનું વેલ્યુએશન લગભગ રૂ. 1,600-2,400 કરોડ સુધી જઈ શકે છે. જોકે, પારલે, બ્રિજપોઈન્ટ અને ડૉક્ટર ગેરાર્ડે આ નવા સોદા વિશે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

આ સમાચાર પણ વાંચો : પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ- અમુલ- મધર ડેરી બાદ હવે આ ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારો- જાણો કેટલો થયો નવો ભાવ 

પાર્લેનું માર્કેટ વર્ચસ્વ: એક રિપોર્ટ અનુસાર, પાર્લે સતત 10 વર્ષથી સૌથી વધુ પસંદ કરાયેલ FMGG બ્રાન્ડ્સના રેન્કિંગમાં ટોચ પર છે. આ પછી અમૂલ, બ્રિટાનિયા, ક્લિનિક પ્લસ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે, જે એફએમસીજી બ્રાન્ડ તરીકે સમાવિષ્ટ છે.

માર્ચ 2021માં પાર્લેની આવક રૂ. 13,682 કરોડ હતી, જેણે બ્રિટાનિયા અને નેસ્લે સહિતના હરીફોને હરાવીને વાર્ષિક આવકમાં અગ્રણી સ્થાન મેળવ્યું હતું.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version