Site icon

ફક્ત 4 કલાકની અંદર પેટીએમએ કરી રી-એન્ટ્રી, ગૂગલ પ્લે સ્ટોરે પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચ્યો

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો 

મુંબઈ 

Join Our WhatsApp Community

19 સપ્ટેમ્બર 2020 

ભારતની ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમને ગૂગલે ગઈકાલે (શુક્રવારે) પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. જેના કારણે અનેકવિધ લોકોના પૈસા ડૂબી ગયા હોવાની ભીતિ સેવાઇ રહી હતી. જોકે, પેટીએમની એપ્લિકેશન આઇઓએસ પરથી હટાવવામાં આવી નહોતી અને ફક્ત ચાર કલાકમાં જ ફરીવાર પેટીએમ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ થતા વપરાશકારોએ હાશકારો અનુભવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, ગૂગલની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. ગૂગલે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તે રમતોને સટ્ટાબાજીમાં પ્રોત્સાહન આપતી એપ્લિકેશંસને મંજૂરી આપતું નથી અને આવી એપ્લિકેશનો ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે.

આ દરમિયાન પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે, ‘પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલિસીનો અમારી એપને કારણે ઉલ્લંઘન થતું હોય તેવા કારણોસર અમારી એપને ગૂગલ પ્લેસ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી પરંતુ અમારી તમામ પ્રકારની પ્રવૃતિઓ કાયદાની મર્યાદામાં છે. અમે હાલના સંજોગોમાં કેશબેક ઓફર એપમાંથી દૂર કરી દીધી છે. જેથી ગૂગલે અમારી એપને ફરીવાર રિસ્ટોર કરવાની મંજૂરી આપતા એપ ફરીવાર પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઈ ગઈ છે. પેટીએમના તમામ યુઝર્સના પૈસા તેમજ એકાઉન્ટ બિલકુલ સુરક્ષિત છે.’ 

ઉલ્લેખનીય છે કે ભારતમાં આઈપીએલ જેવી મોટી રમતગમત શરૂ થાય તે પહેલા આવી એપ્સ મોટી સંખ્યામાં લોંચ કરવામાં આવે છે.  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની નવી સીઝન યુએઇમાં આજથી શરૂ થવાની છે.

Gold-Silver Price Surge: મોંઘવારીનો ઝટકો! ચાંદીના ભાવમાં ₹15,000નો તોતિંગ ઉછાળો, સોનું પણ આસમાને; ખરીદતા પહેલા ચેક કરો આજનો તાજો ભાવ.
Donald Trump Tariff: ભારતીય નિકાસકારો સાવધાન! ટ્રમ્પના ૧૦% ગ્લોબલ ટેરિફથી શું ભારતીય અર્થતંત્રને લાગશે ઝટકો? જાણો સંપૂર્ણ વિશ્લેષણ
Gold-Silver Price Update: બે દિવસમાં ચાંદીના ભાવ આસમાને, રેકોર્ડ હાઈથી હજુ પણ છે મોટું અંતર; જુઓ લિસ્ટ..
Mukesh Ambani at AI Impact Summit: રિલાયન્સનો માસ્ટર સ્ટ્રોક: 10 લાખ કરોડના રોકાણ સાથે અંબાણી બદલી નાખશે ભારતનું નસીબ, જાણો શું છે પૂરો પ્લાન
Exit mobile version