Site icon News Continuous Bureau | Mumbai

Paytm NPCI :પેટીએમના શર્માજીને 7 મહિના પછી મોટી રાહત, NPCIએ આ નવા યુઝર્સ ઉમેરવાની આપી મંજૂરી..

Paytm NPCI : પેટીએમ ને મહિનાઓ પછી લાંબી રાહત મળી છે અને આખરે તેને નવા યુઝર્સ ઉમેરવાની પરવાનગી મળી ગઈ છે. તેની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ, જે Paytm બ્રાન્ડ ચલાવે છે, તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળી છે કે તે તેના પ્લેટફોર્મ પર નવા UPI યુઝર્સ ઉમેરી શકે છે.

Paytm NPCI Paytm gets NPCI nod to onboard new UPI users

Paytm NPCI Paytm gets NPCI nod to onboard new UPI users

News Continuous Bureau | Mumbai

Paytm NPCI : પેટીએમ નું સંચાલન કરતી કંપની One97 Communications ને લગભગ સાત મહિના પછી મોટી રાહત મળી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)નવા UPI યુઝર્સ ( New UPI Users ) ઉમેરવા માટે પેટીએમ ને મંજૂરી આપી છે. નિયમનકારી ચિંતાઓને ધ્યાનમાં રાખીને, NPCIએ ફેબ્રુઆરી 2024માં પેટીએમ પર નવા UPI યુઝર્સ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નિયમનકારી દિશાનિર્દેશો અને પ્રોટોકોલ્સને પેટીએમના પાલનની સમીક્ષા કર્યા પછી, NPCIએ તેને નવા યુઝર્સ ઉમેરવાનું ફરી શરૂ કરવાની મંજૂરી આપી છે.

Join Our WhatsApp Channel

મહત્વનું છે કે લગભગ સાત  મહિના પહેલા, ભારતીય રિઝર્વ બેંકે Paytm પર નવા UPI યુઝર્સ ઉમેરવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તેના કારણે કંપનીને મોટો ફટકો પડ્યો હતો.

Paytm NPCI : Paytmના CEO વિજય શેખર શર્માને લખેલો પત્ર

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ( NCPI ) એટલે કે NPCI એ કંપનીના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી વિજય શેખર શર્માને પત્ર લખ્યો છે. આ પત્રમાં NPCI ચીફ દિલીપ આસબેએ લખ્યું છે કે કંપનીને નવા ગ્રાહકો ઉમેરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જોકે આ પરવાનગી અમુક શરતોને આધીન હશે અને NPCIની સત્તાવાર માર્ગદર્શિકા અને ચુકવણી સેવા પ્રદાતાઓના કરારોના પાલનને આધીન છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ મહિનાઓ સુધી પેટીએમના પ્રદર્શનની સમીક્ષા કર્યા બાદ આ પરવાનગી આપી છે. 

Paytm NPCI : NPCIએ આ ફરજિયાત શરતો સાથે કંપનીને પરવાનગી આપી  .

પેટીએમ એ ગઈકાલે એટલે કે મંગળવારે મોડી રાત્રે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ કંપનીને તમામ NPCI નિયમો અને શરતો સાથે નવા UPI વપરાશકર્તાઓને ઓનબોર્ડ કરવાની મંજૂરી આપી છે. આ પત્ર કંપનીને 22 ઓક્ટોબર, 2024ના રોજ જારી કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Gold Silver Rate Today: ધનતેરસ પહેલાં ચાંદીએ તોડ્યા બધા રેકોર્ડ, 1 કિલોની કિંમત અધધ 1 લાખ રૂપિયા; સોનું પણ ઐતિહાસિક ટોચે..

Paytm NPCI : આરબીઆઈના પ્રતિબંધ બાદ શેરમાં ભારે ઘટાડો  

સાત  મહિના પહેલા જ્યારે આ સમાચારના કારણે પેટીએમ ના શેરમાં ભારે ઘટાડો થયો હતો, ત્યારથી આ અટકળો શરૂ થઈ હતી અને એવા અહેવાલો આવ્યા હતા કે પેટીએમ માટે આ ફટકો ઘણો મોટો છે અને કંપની તેમાંથી બહાર આવી શકશે નહીં. જો કે નોઈડા સ્થિત કંપની પેટીએમ ના શેરમાં ઉતાર-ચઢાવ હોવા છતાં, તે મક્કમ છે અને હવે નવા યુપીઆઈ વપરાશકર્તાઓને ઉમેરવાની મંજૂરી મળ્યા બાદ, તેના શેરમાં આજથી તેજી આવવાની સંભાવના છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version