News Continuous Bureau | Mumbai
પેટીએમના શેરમાં લિસ્ટિંગ બાદ મોટો કડાકો બોલી ગયો છે.
Paytmના શેરમાં ઘટાડાની વચ્ચે કંપનીના CEO વિજય શેખર શર્માએ કહ્યું છે કે બજારની સ્થિતિ અનુકૂળ ન હોવાને કારણે તેમની કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો છે.
વિજય શેખર શર્માએ જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંપની આગામી છ ક્વાર્ટરમાં EBITDAની દ્રષ્ટિએ ખર્ચ વસૂલ કરવાની સ્થિતિમાં હશે.
શેરમાં તીવ્ર ઘટાડા પછી કંપનીના શેરધારકોને લખેલા પત્રમાં, તેમણે જણાવ્યું હતું કે વિશ્વભરમાં ઉચ્ચ વૃદ્ધિ ધરાવતા શેરો માટે બજારની સ્થિતિ અસ્થિર રહે છે, જેના કારણે કંપનીના શેરની કિંમત IPO કિંમતની સરખામણીમાં ઘટી છે.
ઉલ્લેખનીય છે કે પેટીએમના શેરનું લિસ્ટિંગ નવેમ્બર, 2021માં થયું હતું. ત્યારથી અત્યારસુધી પેટીએમનો શેર 60 ટકા તૂટી ચૂક્યો છે.
