ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરનું આજે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થયું છે.
રોકાણકારોની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ પેટીએમના શેરનું ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું છે.
પેટીએમના શેરનું 1955 રૂપિયા પર લિસ્ટિંગ થયું છે.
10 કલાકને 11 મિનિટે પેટીએમનો શેર 18 ટકાના ઘટાડા સાથે 1753.45 પર ટ્રેડ કરી રહ્યો છે.
પેટીએમની ઈશ્યુ પ્રાઇસ બેંડ 2080-2150 રૂપિયા હતી. જોકે આઈપીઓ ખૂબ જ ચર્ચામાં હોવા છતાં 1.89 ગણો ભરાયો હતો.
ઉલ્લેખનીય છે કે પેટીએમનો આઈપીઓ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ છે.
