તહેવારો ટાણે જ મોંઘવારીએ માંઝા મૂકી- અહીં સીંગતેલના ભાવે રૂ.૨૯૦૦ની સપાટી વટાવી ગયા- જાણો ખાદ્યતેલના ભાવ

News Continuous Bureau | Mumbai

સામાન્ય જનતા સતત મોંઘવારીથી (inflation) પીસાતી જઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel), ગેસ અને શાકભાજીના ભાવોમાં (vegetable prices) અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં(edible oil prices) પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. દરમિયાન રાજકોટમાં(Rajkot) સિંગતેલના ભાવમાં(Peanut Oil Price) વધુ રૂ. ૨૦નો ભાવવધારો થયો છે. આ સાથે જ તેલના ભાવે રૂ.૨૯૦૦ની સપાટી કુદાવતા ડબ્બાનો ભાવ રૂ.૨૯૧૦ થયો છે. હાલમાં મગફળીની આવક અડધી છે. સામે ડિમાન્ડ છે અને સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. પરિણામે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ તેની ઐતિહાસિક સપાટીએ છે.

Join Our WhatsApp Community

ખુલતી બજારે ડિમાન્ડ નહિ હોય ત્યારે તેલના ભાવમાં(oil prices) ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નીવડી છે. ખુલતી બજારે તેલનો ભાવ રૂ. ૨૮૫૦ રહ્યો હતો. રૂ.૪૦ નો ભાવવધારો આવ્યા બાદ રૂ.૨૦નો વધારો આવ્યો હતો અને આમ બે દિવસમાં સીંગતેલમાં રૂ. ૬૦નો વધારો થયો છે. 
સિંગતેલ લૂઝનો ભાવ રૂ.૧૭૦૦નો થયો હતો. યાર્ડમાં ઝીણી મગફળીની ૭૦૦ ક્વિન્ટલ અને જાડી મગફળીની આવક ૨૦૫ ક્વિન્ટલ થઇ હતી. સિઝન સમયે મગફળીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૦૦ પ્રતિ મણ રહ્યો હતો, પરંતુ હાલમાં મગફળીની આવક ઓછી હોવાને કારણે ભાવમાં સિઝન કરતા વધારો આવ્યો છે. જાડી મગફળીનો ભાવ રૂ.૧૪૪૧ એ પહોંચ્યો હતો અને ઝીણી મગફળીનો ભાવ રૂ.૧૩૫૮ થયો હતો. વેપારીઓના જણાવ્યાનુસાર નવી મગફળીની આવક હાલમાં અને દિવાળી પછી એમ બે વખત થતી હોય છે. 

આ સમાચાર પણ વાંચો : ઈમરજન્સીમાં ઝટપટ લોન જોઈએ છે-તો આ બોન્ડનો કરો ઉપયોગ-RBI લાવી છે આ બોન્ડ- આજે બોન્ડ ખરીદવાનો છેલ્લો દિવસ

બિયારણની ખરીદી(Buying seeds) સમયે વધુ મગફળી વેચાવા આવી હતી. જેથી જૂના સ્ટોકનો નિકાલ થઈ ગયો હોવાને કારણે અત્યારે તેની આવક ઓછી છે. બીજી તરફ પામોલીન તેલમાં(palmolein oil) ભાવમાં ઘટાડો થયો છે. પામોલીન તેલનો ભાવ રૂ.૧૯૧૦થી રૂ. ૧૯૧૫ સુધીનો થયો છે. કપાસિયા તેલમાં રૂ. ૧૦નો ઘટાડો આવતા તેલનો ભાવ રૂ.૨૫૧૫ થયો છે.

India Oman Trade Deal: ગલ્ફ દેશોમાં ભારતની મોટી એન્ટ્રી: ઓમાન સાથેની ડીલથી ખુલશે આરબ દેશોના વેપારના દરવાજા, જાણો ભારતને શું થશે ફાયદો?
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Insurance sector 100% FDI: ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મોટો ધડાકો! 100% FDI ને લીલી ઝંડી, જાણો તમારા પ્રીમિયમ અને ક્લેમ સેટલમેન્ટ પર શું થશે અસર.
Gold price: સોનાના ભાવ ધડામ રોકાણકારો માટે ખુશખબર, MCX પર ગોલ્ડ રેટમાં ઘટાડો, તમારા શહેરનો 10 ગ્રામ સોનાનો ભાવ અહીં જુઓ
Exit mobile version