શું પરફ્યૂમથી ટેન્શન દૂર થાય છે? જાહેર થયેલા આંકડાઓ જણાવે છે કે કોરોના દરમિયાન લોકોએ ખુબ વાપર્યું. ભાવ બમણા થયા..

  News Continuous Bureau | Mumbai       Perfume prices high during lockdown

પરફ્યૂમથી (Perfume) સુગંધથી મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે એ વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન લોકોએ મોટા પ્રમાણમાં પરફ્યૂમનો ઉપયોગ કર્યો હોવાનો જણાઈ આવ્યું છે.

લોકડાઉન દરમિયાન લોકો ભારે તણાવ અને ઉદાસીભર્યા માહોલમાં હતા. એ દરમિયાન લોકોએ પુષ્કળ પ્રમાણમાં પરફ્યૂમ વાપર્યું હતું, જેમાં અમેરિકામાં મોટા પાયા પર પરફૂયમનો ઉપયોગ થતા તેના ભાવમાં જબરો વધારો થયો હતો. જોકે એ દરમિયાન પરફ્યૂમ બનાવવામાં વપરાતા કાચા માલની પણ અછત સર્જાઈ હતી એટલે ભાવ વધારા પાછળ તે પણ એક કારણ રહ્યું હતું.

 આ સમાચાર પણ વાંચો : મતદાન પૂર્ણ થતા જ ઇંધણના ભાવમાં ભડકો, CNGની કિંમતમાં આટલા રૂપિયાનો થયો વધારો. આ રાજ્યોમાં ભાવ વધ્યા. 

માર્કેટ રિસર્ચ ફર્મ અનુસાર રોઝ પરફ્યૂમની કિંમતમાં 2020ની સરખામણીમાં 2021માં 15 ટકાએ વધી હતી. તેની પહેલાના બે વર્ષમાં વેચાણમાં અંદાજે પાંચ ટકાનો વધારો થયો હતો. 2020ની તુલનામાં પણ 2021માં  પરફ્યૂમ (રૂમ ફ્રેશનર સિવાય)નું વેચાણ 52 ટકાએ વધ્યું હતું.
એક રિપોર્ટ મુજબ પરફ્યૂમની માગમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે તેની કિંમત 175 ડોલર(અંદાજે 14,000 રૂપિયા)ને પાર કરી ગઈ હતી. સામાન્ય દિવસોની સરખામણીમાં આ બમણી કિંમત છે.

પરફ્યૂમ મોંઘા થવા પાછળ તેની ડિમાન્ડની સાથે જ ઉત્પાદન ખર્ચમાં વધારો પણ જવાબદાર માનવામાં આવે છે. પ્રેસ્ટીજ પરફ્યૂમમાં તેલની માત્રા વધુ હોય છે. તેમા મોંઘા કાચા માલનો ઉપયોગ થાય છે. માંગમાં વૃદ્ધિની સાથે ઉત્પાદન ખર્ચ પણ વધે છે.

Exit mobile version