Site icon News Continuous Bureau | Mumbai

શું પરફ્યૂમથી ટેન્શન દૂર થાય છે? જાહેર થયેલા આંકડાઓ જણાવે છે કે કોરોના દરમિયાન લોકોએ ખુબ વાપર્યું. ભાવ બમણા થયા..

  News Continuous Bureau | Mumbai       Perfume prices high during lockdown

પરફ્યૂમથી (Perfume) સુગંધથી મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે એ વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન લોકોએ મોટા પ્રમાણમાં પરફ્યૂમનો ઉપયોગ કર્યો હોવાનો જણાઈ આવ્યું છે.

Join Our WhatsApp Channel

લોકડાઉન દરમિયાન લોકો ભારે તણાવ અને ઉદાસીભર્યા માહોલમાં હતા. એ દરમિયાન લોકોએ પુષ્કળ પ્રમાણમાં પરફ્યૂમ વાપર્યું હતું, જેમાં અમેરિકામાં મોટા પાયા પર પરફૂયમનો ઉપયોગ થતા તેના ભાવમાં જબરો વધારો થયો હતો. જોકે એ દરમિયાન પરફ્યૂમ બનાવવામાં વપરાતા કાચા માલની પણ અછત સર્જાઈ હતી એટલે ભાવ વધારા પાછળ તે પણ એક કારણ રહ્યું હતું.

 આ સમાચાર પણ વાંચો : મતદાન પૂર્ણ થતા જ ઇંધણના ભાવમાં ભડકો, CNGની કિંમતમાં આટલા રૂપિયાનો થયો વધારો. આ રાજ્યોમાં ભાવ વધ્યા. 

માર્કેટ રિસર્ચ ફર્મ અનુસાર રોઝ પરફ્યૂમની કિંમતમાં 2020ની સરખામણીમાં 2021માં 15 ટકાએ વધી હતી. તેની પહેલાના બે વર્ષમાં વેચાણમાં અંદાજે પાંચ ટકાનો વધારો થયો હતો. 2020ની તુલનામાં પણ 2021માં  પરફ્યૂમ (રૂમ ફ્રેશનર સિવાય)નું વેચાણ 52 ટકાએ વધ્યું હતું.
એક રિપોર્ટ મુજબ પરફ્યૂમની માગમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે તેની કિંમત 175 ડોલર(અંદાજે 14,000 રૂપિયા)ને પાર કરી ગઈ હતી. સામાન્ય દિવસોની સરખામણીમાં આ બમણી કિંમત છે.

પરફ્યૂમ મોંઘા થવા પાછળ તેની ડિમાન્ડની સાથે જ ઉત્પાદન ખર્ચમાં વધારો પણ જવાબદાર માનવામાં આવે છે. પ્રેસ્ટીજ પરફ્યૂમમાં તેલની માત્રા વધુ હોય છે. તેમા મોંઘા કાચા માલનો ઉપયોગ થાય છે. માંગમાં વૃદ્ધિની સાથે ઉત્પાદન ખર્ચ પણ વધે છે.

FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
RBI Loan Rules RBIનો મોટો નિર્ણય… ૨૦૨૭થી પર્સનલ અને હોમ લોનના નિયમો બદલાશે, જાણો તમારા EMI પર શું થશે અસર?
Sugar Price Hike Raksha Bandhan ૫૦, ૬૦ અને આજે ૬૫ રૂપિયા! ત્રણ દિવસમાં ખાંડના ભાવ ભડકે બળ્યા, રક્ષાબંધનનો તહેવાર બનશે મોંઘો
AJ Enterprises Deposit Fraud ડિપોઝિટ ફ્રોડ કેસમાં CA દીપક જૈનને મોટો ફટકો! મુંબઈની વિશેષ અદાલતે ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી!
Exit mobile version