ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ઓક્ટોબર, 2021
શુક્રવાર
ક્રૂડ ઓઈલના મોંઘવારીએ ફરી એક વખત સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ઓઇલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલના ભાવ 25 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.89 રૂપિયા અને ડીઝલ 90.17 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈમાં પેટ્રોલ 107.95 રૂપિયા અને ડીઝલ 97.84 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ત્રીજી વખત વધારો થયો છે.
દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલ 100 ને પાર કરી ગયું છે.
