ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ભારતીય તેલ કંપનીઓએ લાંબા સમયથી સ્થિર પેટ્રોલના ભાવમાં આજે ફરી વધારો કર્યો છે. જ્યારે ડીઝલના ભાવ પણ સતત ત્રીજા દિવસે વધ્યા છે.
આજે પેટ્રોલના ભાવ 20થી 21 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 24થી 27 પૈસાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.39 રૂપિયા અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈમાં પેટ્રોલ 107.47 રૂપિયા અને ડીઝલ 97.21 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં દેશભરમાં ડીઝલના ભાવમાં 4 વખત વધારો કરવામાં આવ્યો છે.