સરકારી ઑઇલ કંપનીઓએ બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 95.85 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86.75 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 102.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.15 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં ધરણા પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ માસમાં પેટ્રોલ-ડીઝલમાં 43 વખત ભાવ વધારો થયો છે. છેલ્લા 13 માસમાં પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે.
બિહારમાં થયેલા રહસ્યમય વિસ્ફોટની તપાસ NIAને સોંપાઈ, જાણો વિગત