ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં વોલેટાલિટીની વચ્ચે દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો નથી.
ભારતીય તેલ કંપનીઓ દ્વારા 4 ઑક્ટોબરના રોજ રજૂ કરાયેલા ભાવના મતે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
સતત ત્રણ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાની સાથે ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ રૂ.2.15 અને પેટ્રોલ રૂ.1.25 મોંઘું થઇ ગયું છે.
સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મતે દિલ્હીમાં પેટ્રોલ ના ભાવ પ્રતિ લિટર 102.39 રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 90.77 રૂપિયા થઇ ગયા છે.
મુંબઇમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 108.43 રૂપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 98.48 રૂપિયા પર ટકેલો છે.
