ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.
આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 24 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 15 પૈસાનો વધારો થયો છે.
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 81.47 પ્રતિ લિટર થઈ છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 88.60 પ્રતિ લિટર થઈ છે.