સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી રાહત મળે તેમ લાગતું નથી.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં સતત ત્રીજા દિવસે એક લિટર પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 25 પૈસાનો વધારો થયો છે.
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 87.60 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 77.73 રૂપિયા થયો છે. તો મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 94.12 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 84.63 રૂપિયા થઇ ગયો છે.