આજે દેશમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 31 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો.
પાટનગર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 88.44 રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 78.74 રૃપિયા થઇ ગયો છે.
મુંબઇમાં પેટ્રોલ 94.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.70 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
છેલ્લા ચાર દિવસમાં એક લિટર પેટ્રોલના ભાવમાં 1.21 રૃપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં 1.25 રૃપિયાનો વધારો થયો છે.
