ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતે આજે એક નવી ઊંચાઈ સર કરી છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે સતત સાતમા દિવસે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડિઝલમાં 35 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 104.44 રૂપિયા અને ડીઝલ 93.18 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો મુંબઈ પેટ્રોલ 110.41 રૂપિયા અને ડીઝલ 101.03 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાની શરુઆતના 10 દિવસમાં જ પેટ્રોલના ભાવમાં 2.80 રુપિયા અને ડીઝલના ભાવમાં 3.30 રુપિયા વધારો થયો છે.