ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
સપ્ટેમ્બર મહિનાનાં પહેલા દિવસે સામાન્ય જનતાને આંશિક રાહત મળી છે.
આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઘટીને હવે 101.34 રૂપિયા અને ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.39 રૂપિયા અને ડીઝલની કિંમત 96.33 રૂપિયા પ્રતિ લીટર છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 15-15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી તેલનાં ભાવ સ્થિર રહ્યા છે.
જો કે આજે પણ દેશનાં 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુ વેચાય છે.
ભારતના આ પાડોશી દેશની તિજોરી ખાલી ખમ, અનેક આવશ્યક ચીજ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ ; ખાધ કટોકટી જાહેર
