ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
08 ફ્રેબ્રુઆરી 2021
ભારત દેશમાં પેટ્રોલના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. એકલા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૧૨ વખત વધારો આવ્યો છે. માત્ર પેટ્રોલના ભાવમાં જ 3.21 રૂપિયા પ્રતિ લિટર જેટલો વધારો થયો છે. જ્યારે કે છેલ્લા દસ મહિનામાં પેટ્રોલ 17 રૂપિયા મોંઘુ થયું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય કિંમત મુજબ નક્કી થાય છે. જેમાં સરકારનો કોઇ હસ્તક્ષેપ નથી. જો કે અલગ અલગ રાજ્યની સરકારો પેટ્રોલ ઉપર એટલો બધો કર નાખી દે છે કે જેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી જવા પામે છે.
આમ અર્થતંત્ર સુધરતું હોવાના દાવા વચ્ચે ગત 40 દિવસમાં ૧૨ વખત પેટ્રોલના ભાવ વધ્યા.