Site icon

મંદીથી પીસાઇ રહેલા મધ્યમવર્ગની હાલત કફોડી, પેટ્રોલ – ડીઝલ ની કિંમતોમાં સપ્તાહમાં ચોથી વાર વધારો. જાણો કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ.

Crude oil price surge, where petrol diesel became cheaper and where it became more expensive

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, આ શહેરોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું… જાણો કેટલું સસ્તું થયું ઇંધણ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

23 જાન્યુઆરી 2021

બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 92.28ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ  પેટ્રોલ અને ડિઝલમાં 25 પૈસાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં શનિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. 85.70 થયો હતો જ્યારે ડિઝલનો ભાવ રૂ. 75.88 થયો હતો. મુંબઈમાં પેટ્રોલ ઓલ ટાઈમ હાઈ સ્તરે રૂ. 92.28 થયું હતું તેમજ ડિઝલનો ભાવ રૂ. 82.66 થયો હતો.

વિદેશમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનનો જથ્થો સ્થગિત થવાના એંધાણ તેમજ આયાતમાં પડતા બોજને પગલે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ રિટેલ ભાવમાં ફેરફાર કરે છે. દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પર કેન્દ્રનું નિયંત્રણ નથી અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તેમની રીતે ભાવમાં વધઘટ કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ વસૂલે છે. ત્યારે દેશમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી કેન્દ્રીય એક્સાઈઝ ઘટાડવા બૂમો ઉઠી રહી છે.

નોંધનીય છે કે ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને થોડા દિવસ અગાઉ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પાછળ સાઉદી દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં કાપને જવાબદાર ઠેરવ્યો હતો. જો કે તેમણે એક્સાઈઝ ઘટાડા અંગે કંઈ જ જણાવ્યું ન હતું. દેશમાં જાન્યુઆરીથી ઓઈલ કંપનીઓએ ઈંધણ પર ફરી ભાવ વધારો કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ ઉપર લિટરદીઠ રૂ. 1.99 અને ડિઝલ ઉપર પ્રતિ લિટરે રૂ. 2.01નો વધારો ઝિંકાયો છે.

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version