ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
સરકારી તેલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 20 પૈસા ઘટાડ્યા છે. જયારે પેટ્રોલના ભાવ આજે પણ યથાવત છે.
ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં ડીઝલ 89.27 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલ 96.84 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.
