ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
દેશની સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો કર્યો છે.
આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસા ઘટાડો થયો છે.
ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 101.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.92 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યું છે.
મુંબઈમાં મુંબઈ પેટ્રોલ 107.52 રૂપિયા અને ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારે ટેક્સના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.