ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 95.98 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર 113.08 અને ડીઝલ 103.97 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે અને પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
સમીર વાનખડેના વાળને પણ નુકસાન થયું તો જોઈ લેજો : ભાજપના આ નેતાએ આપી નવાબ મલિકને ચીમકી; જાણો વિગત