ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આજે ઈંધણનાં ભાવમાં વધારો કર્યો છે.
આજે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 103.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.77 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. વળી, હવે મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.25 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 99.55 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
નોંધનીય છે કે, કાલે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. હાલમાં દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગયું છે.
NCBની કાર્યવાહીની ટીકા કરનારા નવાબ મલિક માટે ભાજપના આ નેતાએ કહી દીધી મોટી વાત.. જાણો વિગત.