સરકારી ઑઇલ કંપનીઓએ એક દિવસના વિરામ બાદ પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 96.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.28 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
મુંબઈમાં પેટ્રોલ 102.58 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.70 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલની કિંમતમાં છેલ્લા 25 દિવસમાં 6.09 રૂપિયા પ્રતિ લીટર વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા 25 દિવસમાં 6.30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.
