કેન્દ્ર સરકારનાં બજેટ વખતે ત્રણેક દિવસ સ્થિર રહ્યા બાદ પેટ્રોલ-ડીઝલનાં ભાવ ફરી વધવા લાગ્યા છે આજે પેટ્રોલમાં 34 પૈસા તથા ડીઝલમાં 37 પૈસાનો ભાવ વધારો થયો છે.
જયપુરમાં પેટ્રોલ 92.89 તથા ડીઝલ 84.97 છે. જોધપુરમાં પેટ્રોલ 63 પૈસા કરતા મોંઘુ થઈને 93.64 થયુ છે.
નિષ્ણાતો મુજબ આંતર રાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલમાં તેજી થવાને પગલે ઘર આંગણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે.