એક દિવસની રાહત બાદ આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલના ભાવમાં ફરી 29 થી 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.
રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપપુરમાં સૌથી પેટ્રોલનો ભાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.
શ્રીગંગાનગરમાં પેટ્રોલ 113.21 રૂપિયા અને ડીઝલ 103.15 રૂપિયાએ પહોંચ્યું છે તો અનુપપૂરમાં પેટ્રોલ 112.78 રૂપિયા અને ડીઝલ 101.15 રૂપિયાએ પહોંચ્યું છે.
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં પેટ્રોલની કિંમત 109.10 અને ડીઝલની કિંમત 97.99 પર પહોંચી ગઈ છે.
અફઘાનિસ્તાનમાં ખૂંખાર બન્યા તાલિબાની આતંકીઓ, આ ભારતીય ફોટો જર્નાલિસ્ટની કરી હત્યા ; જાણો વિગતે