રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોચી જતાં લોકો અને વેપારીઓ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે.
સમગ્ર દેશમાં રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ પર સૌથી વધુ ટેક્સ લેવાય છે. પેટ્રોલ પર 38% અને ડીઝલ પર 28% VAT છે.
હવે ગેહલોત સરકારે કોરોના ફંડના નામ વધુ 10 ટકા ટેક્સ નાંખી દેતા દેશમાં પ્રથમ વખત રાજસ્થાનમાં પેટ્રોલના ભાવે સદી ફટકારી દીધી.
