Site icon News Continuous Bureau | Mumbai

વધતી કિંમતોના વિરોધમાં મહારાષ્ટ્રના આ શહેરમાં 1 રૂપિયે લીટર વેચાયું પેટ્રોલ, પોલીસે ભીડ પર કરવો પડ્યો કાબૂ… જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

 પેટ્રોલ ડીઝલ(Petrol-diesel)ની વધતી જતી કિંમતોના વિરોધમાં મહારાષ્ટ્ર(Maharashtra)ના સોલાપુર(Solapur)માં ગુરૂવારે એક રૂપિયે પ્રતિ લીટર પેટ્રોલ (Petrol)વેચાયું હતુ. જોકે ડો. બી. આર આંબેડકર(Dr Babasaheb Ambedkar)ની જયંતિ પર એક સ્થાનિક સંગઠને ૫૦૦ લોકોને પેટ્રોલ ૧ રૂપિયે પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ વેચ્યું હતું. 

Join Our WhatsApp Channel

તમામ ખરીદદારને ફક્ત એક લીટર ઇંધણ (Fuel)આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પેટ્રોલ પંપ લોકોની ભીડ ઉમટી હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન ડો. આંબેડકર સ્ટૂડેન્ટ્‌સ એન્ડ યૂથ પેંથર્સે કર્યું હતું. સંગઠનની રાજ્ય એકમના નેતા મહેશ સર્વગોડાએ કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે. નરેન્દ્ર મોદી સરકાર(Modi Govt)ના અંતગર્ત પેટ્રોલના ભાવ ૧૨૦ રૂપિયે પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. એટલા માટે લોકોને રાહત આપવા અને

આ સમાચાર પણ વાંચો  :  PM મોદીના આમંત્રણ પર આવતીકાલે ભારત આવી રહ્યાં છે આ દેશના પ્રધાનમંત્રી, થઇ શકે છે મહત્વના કરાર

ડો. બાબાસાહેબની જયંતિની ઉજવણી માટે અમે એક રૂપિયા દરથી પેટ્રોલ (Petrol)આપવાનો ર્નિણય કર્યો હતો. વધુમાં મહેશ સર્વગોડાએ કહ્યું કે જો અમારા જેવા નાના સંગઠન ૫૦૦ લોકોને રાહત આપી શકે છે, તો સરકારે પણ આપવી જોઈએ. તો બીજી તરફ એક રૂપિયાના દરથી પેટ્રોલ ખરીદનારા એક ગ્રાહકે કહ્યું કે પેટ્રોલના ભાવ દરરોજ નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે, એવામાં મોંઘવારી વચ્ચે થોડા પૈસા બચાવીને ખુશ છું. 

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel price)ના ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા છે. તેના લીધે મોંઘવારી સતત વધી રહી છે. ઇંધણ(Fuel Rate)ની વધતી જતી કિંમતોને લઇને કેંદ્રએ ચોતરફ ટીકાઓ સહન કરવી પડે છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે હાલ પેટ્રોલ અને ડીઝલ પર લાગનાર એક્સાઇઝ ડ્યૂટી પર કાપ મુકવાની સંભાવનાની મનાઇ કરી દીધી છે.

India GDP Growth First Quarter વિકાસની રફતાર તેજ પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાના શાનદાર જીડીપી વૃદ્ધિ દર સાથે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત
Zomato Strict Rules પનીરના નામે નકલી ચીજ વેચવું બંધ! ઝોમેટોએ રેસ્ટોરન્ટ્સ માટે જારી કર્યા સખત નિયમો
Stock market Block and Bulk Deals દલાલ સ્ટ્રીટમાં મોટા સોદાઓની ભરમાર ૮૦,૦૦૦ કરોડને વટાવી ગયા બ્લોક અને બલ્ક ટ્રેડ, જબરદસ્ત ઉછાળો નોંધાયો
Plastic Currency Notes પ્લાસ્ટિક નોટના ટેન્ડરમાં વિદેશી કાવતરું! પ્રાણીઓની ચરબી નહીં, ચીનપાકિસ્તાન કનેક્શનને લઈને થયા ચોંકાવનારા ખુલાસા
Exit mobile version