Site icon

કોરોના વાયરસની બીજી લહેરની ઘાતક અસર ઇંધણ કંપનીઓ પર પડી, પેટ્રોલના વેચાણમાં થયો ઘટાડો

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

ભારતમાં કોરોના વાયરસ ની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ રહી છે.  જેના કારણે અર્થતંત્રની ગતિ પણ ધીમી પડી છે.  આ વાતનો અંદાજ ઈંધણના વેચાણના આંક પરથી લગાવી શકાય છે. એપ્રિલ મહિનામાં પેટ્રોલના વેચાણમાં સાત ટકાનો ઘટાડો નોંધાયો છે. જે ગત વર્ષના ઓગસ્ટ બાદ ઓછું રહ્યું છે.

નોંધનીય છે કે હાલ દેશમાં કોરોના વાયરસનું સંક્ર્મણ ખુબ જ વધારે છે. રોજ દેશમાં 3 લાખથી વધુ કોરોના ના નવા કેસ નોંધાઈ રહ્યા છે. આ કોરોના સંક્ર્મણને રોકવા વિવિધ રાજ્યોએ સંપૂર્ણથી લઈ આંશિક લોકડાઉન લગાવ્યું છે. જેના કારણે એપ્રિલમાં ઇંધણની માંગમાં ઘટાડો થયો છે.

ગોઝારો બનાવ : ઓક્સિજન ની‌ તાણ ને કારણે કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ અને રિફાઈનરીના ડાયરેક્ટરના જણાવ્યા મુજબ એપ્રિલ 2021માં ઈંધણની કુલ માંગ એપ્રિલ 2020ની સરખામણીએ સાત ટકા ઘટી છે એટલે કે આ વર્ષે એપ્રિલમાં પેટ્રોલનું કુલ વેચાણ 21.4 લાખ ટન થયું હતું. 

GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?
Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Gold Price: નવરાત્રીના પહેલા દિવસે સોના ના ભાવ માં આવ્યો જબરજસ્ત ઉછાળો,જાણો ૨૨ અને ૨૪ કેરેટના ભાવ કેટલા છે?
GST Rates: GST દરોમાં ઘટાડાથી ભારતીય કંપનીઓની આવકમાં આટલા ટકા નો વધારો થવાનો અંદાજ; જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે
Exit mobile version