ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર મહેરબાન થઇ છે.નાણાં મંત્રી નિર્મલા સીતારામને જાહેરાત કરી છે કે, પીએફ એકાઉન્ટમાં વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીની રકમ જ કરમુક્ત હશે. તેનાથી વધુ જમા રકમ પર વ્યાજની આવક કરપાત્ર હશે. આ સાથે જ આ છૂટ એવા પીએફ ધારકો માટે છે કે, જેમના પીએફ ખાતામાં કંપની દ્વારા કોઈ યોગદાન ન હોય.
આ રીતે જ્યારે કોરોના ના સમયમાં મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ત્યાં આવી રાહત ને લીધે દેશની લાખો જનતાને આનો ફાયદો થશે.
