Site icon News Continuous Bureau | Mumbai

કાપડ ઉદ્યોગને મળશે નવજીવન? પિયુષ ગોયલે વેપારીઓને GST વધારો રદ કરવાનું આપ્યું આશ્વાસન. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શનિવાર. 

કપડા ઉદ્યોગ પર  GST કાઉન્સિલ દ્વારા પ્રસ્તાવિત GST વધારો રદ કરવાની લાંબા સમયથી દેશભરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી વેપારી સંસ્થા દ્વારા માગણી કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય કાપડ મંત્રી, માનનીય પીયૂષ ગોયલે ટેક્સટાઇલ સેક્ટરમાં GST વધારાના પ્રસ્તાવિત દરને ઘટાડવા માટે ટેક્સટાઇલ મંત્રાલય વતી  GST કાઉન્સિલમાં નિર્ણય લેવામાં આવશે એવું આશ્વાસન મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીને આપવામા આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ લલિત ગાંધીની આગેવાની હેઠળના એક પ્રતિનિધિમંડળે શુક્રવારે નવી દિલ્હીમાં પીયૂષ ગોયલ સાથે મુલાકાત કરી હતી અને તેમને ટેક્સટાઈલ ઉદ્યોગને હાલ જુદી જુદી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબતે માહિતી આપી હતી.

ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં પ્રસ્તાવિત GST વધારો ઉદ્યોગને ભારે ફટકો પડવાની સંભાવના છે અને તે વધારો રદ કરવો જરૂરી હોવાનું લલિત ગાંધીએ જણાવ્યું હતું.

કોરોના ને કારણે એપલ કંપની પર વિપરીત અસર નથી થઈ. પોતાના કર્મચારીઓને આટલું બોનસ આપશે. વર્કફ્રોમ હોમની તારીખ પણ વધારી

કેન્દ્રીય વાણિજ્ય, ઉદ્યોગ, ગ્રાહક સુરક્ષા, ખાદ્ય પ્રક્રિયા અને કાપડ મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધી મંડળને  કાપડ ઉદ્યોગને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની યોગ્ય નોંધ  સરકાર દ્વારા લેવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.

GST Council Meeting Postponed ટેક્સ રિફોર્મ્સ પર ફરી લાગી બ્રેક! જીએસટી કાઉન્સિલની બેઠક રદ થતાં વેપારીઓમાં નિરાશા ક્યારે મળશે મોટી જાહેરાતો?
RBI MPC Meeting Begins મોંઘવારીના દબાણ વચ્ચે RBI ની MPC બેઠક શરૂ, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ્સના વધારાની શક્યતા..
Major GST Reforms In Pipeline વેપારીઓ માટે સૌથી મોટા ખુશખબર! જીએસટી ક્રેડિટના કડક નિયમોમાંથી મુક્તિ મળવાના સંકેત બિઝનેસ કરવો હવે વધુ સરળ બનશે
India US Trade Deal Talks Stalled શું ભારતઅમેરિકા વચ્ચે ટ્રેડ વોર છેડાશે? દ્વિપક્ષીય ડીલ પર બ્રેક લાગતાં સીતારમણનો ખુલ્લો પડકાર અમેરિકન શરતો સામે ભારત અડગ
Exit mobile version