Site icon

Piyush Goyal: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓના વિકાસને ગણાવ્યો ‘ચિંતા’ નો વિષય, કહ્યું- ભારતમાં ઇ-કોમર્સની વૃદ્ધિ માટે સંતુલિત અભિગમની જરૂરિયાત

Piyush Goyal: ઈ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ. દેશમાં 100 મિલિયન નાના રિટેલર્સ માટે કોઈ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવાની જરૂર છેઃ શ્રી ગોયલ. શ્રી ગોયલે ભારતના વિકાસશીલ અર્થતંત્રને સંરક્ષિત કરવા અને એવા લોકોને ટેકો આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો, જેમને હજુ પણ હકારાત્મક પગલાંની જરૂર છે. ભારતમાં ઇ-કોમર્સની વૃદ્ધિ માટે સંતુલિત અભિગમની જરૂરિયાતઃ શ્રી ગોયલ

Piyush Goyal termed the growth of e-commerce companies as a matter of 'concern', said - the need for a balanced approach for the growth of e-commerce in India

Piyush Goyal termed the growth of e-commerce companies as a matter of 'concern', said - the need for a balanced approach for the growth of e-commerce in India

News Continuous Bureau | Mumbai

Piyush Goyal: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો ( E-Commerce )  વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ‘ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ઝ્યુમર વેલ્ફેર ઇન ઇન્ડિયા’ વિષય પરના એક અહેવાલના વિમોચન પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઇ-કોમર્સના વિકાસને પગલે  સમાજના વિશાળ વર્ગમાં લાભની વહેંચણીનું લોકશાહીકરણ થવું જોઈએ. 

Join Our WhatsApp Community

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ટેકનોલોજી એ સશક્ત બનાવવા, નવીનતા લાવવાનું અને ઉપભોક્તાઓની જરૂરિયાતો પૂર્ણ કરવાનાં માધ્યમો – કેટલીક વાર વધારે અસરકારક રીતે – માટેનાં માધ્યમો છે. પરંતુ આ વૃદ્ધિ વ્યવસ્થિત રીતે થવી જોઈએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, બજારહિસ્સોની દોડમાં આપણે દેશભરના 100 મિલિયન નાના રિટેલરો માટે વિક્ષેપ ઊભો ન કરવો જોઈએ.

શ્રી ગોયલે ભારતનાં વિકસતાં અર્થતંત્રનું ( Indian Economy ) સંરક્ષણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જેમને હજુ પણ હકારાત્મક કામગીરીની જરૂર છે તેમને સાથસહકાર આપવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ત્યાં મોટો વર્ગ છે, જે હજુ પણ આપણી મદદને પાત્ર છે. જ્યારે ભારતના ભવિષ્ય માટે નોકરીઓ અને તકોની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે આપણે બધાએ આપણી ભૂમિકા ભજવવી પડશે, “તેમણે જણાવ્યું હતું.

શ્રી ગોયલે ભારતનાં પરંપરાગત રિટેલ ક્ષેત્ર ( Retail Sector ) પર ઇ-કોમર્સનાં વધતાં પ્રભાવ અને રોજગારી પર તેની સંભવિત અસરનાં સંબંધમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ એવી શક્યતા પર પ્રકાશ પાડ્યો હતો કે આગામી દાયકામાં ભારતનું અડધું બજાર ઇ-કોમર્સ નેટવર્કનો ભાગ બની શકે છે, આ વિકાસને તેમણે “ચિંતાનો વિષય” ગણાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ  Badlapur school Case: બદલાપુરમાં વિરોધ વકર્યો, MVAએ આ તારીખે કર્યુ મહારાષ્ટ્ર બંધનુ આહ્વાન; સરકાર પર સાધ્યું નિશાન…

ઇ-કોમર્સની વ્યાપક અસરો પર વિચાર કરીને શ્રી ગોયલે તેની અસરનું નિષ્પક્ષ અને ડેટા-સંચાલિત વિશ્લેષણ કરવા અપીલ કરી હતી. પશ્ચિમના દેશો સાથે સરખામણી કરતા શ્રી ગોયલે નોંધ્યું હતું કે, ઇ-કોમર્સના ઉદયને કારણે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પરંપરાગત “મોમ એન્ડ પોપ” સ્ટોર્સમાં ઘટાડો થયો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ ઈ-કૉમર્સ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ ધરાવે છે.

“હું ઈ-કોમર્સની ઇચ્છા નથી રાખતો. શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તે અહીં રહેવા માટે છે, પરંતુ આપણે તેની ભૂમિકા વિશે ખૂબ કાળજીપૂર્વક અને સાવચેતીપૂર્વક વિચારવું પડશે. શું શિકારી ભાવો દેશ માટે સારા છે?”

મંત્રીશ્રીએ ઈ-કોમર્સની સ્થાનિક ઉદ્યોગો અને રોજગારી પર ખાસ કરીને ફાર્મસીઓ અને મોબાઈલ ફોન રીપેરીંગ શોપ જેવા ક્ષેત્રોમાં થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોતાની ટીપ્પણીના સમાપનમાં તેમણે વ્યાવસાયિક સમુદાય અને નિષ્ણાતોને આગ્રહ કર્યો હતો કે તેઓ વિગતવાર અને વૈજ્ઞાનિક રીતે દેશની જરૂરિયાતોના સંદર્ભમાં ઇ-કોમર્સની અસરનો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને તેનું મૂલ્યાંકન કરે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version