Site icon News Continuous Bureau | Mumbai

Plastic Currency Notes India નોટો ફાટવાની ઝંઝટથી મળશે કાયમી છુટકારો, સરકારે આટલા અબજ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલને મળી મંજૂરી

Plastic Currency Notes India સામાન્ય નાગરિકોની સુવિધા માટે હવે ટૂંક સમયમાં બજારમાં પોલીમર નોટો લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, જેથી નોટો ફાટવાની સમસ્યાથી છુટકારો મળશે.

Plastic Currency Notes India  નોટો ફાટવાની ઝંઝટથી મળશે કાયમી છુટકારો, સરકારે  આટલા અબજ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલને મળી મંજૂરી

Plastic Currency Notes India નોટો ફાટવાની ઝંઝટથી મળશે કાયમી છુટકારો, સરકારે આટલા અબજ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલને મળી મંજૂરી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Plastic Currency Notes India ખિસ્સામાં રાખેલા ૧૦ અને ૨૦ રૂપિયાના નોટો હવે સહેલાઈથી ફાટશે નહીં કારણ કે કેન્દ્ર સરકારે ૧૧ અબજ પ્લાસ્ટિક (પોલીમર) નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. સંસદમાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના પ્રસ્તાવ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રાયલ સફળ રહ્યા બાદ દેશમાં પ્લાસ્ટિકની નોટોના નિયમિત ઉપયોગનો રસ્તો સાફ થઈ જશે.

Plastic Currency Notes India – બજારમાં કેવી રીતે આવશે પ્લાસ્ટિકના નવા નોટો?

ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૨૫ હેઠળ આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. સરકારની લીલીઝંડી મળ્યા બાદ હવે આ નોટોને પ્રાયોગિક ધોરણે બજારમાં ઉતારવામાં આવશે. જો કે, આ નોટો સામાન્ય જનતાના હાથમાં ક્યારે પહોંચશે તેની કોઈ ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. હાલમાં આ પ્રક્રિયા શરૂઆતના તબક્કામાં છે અને તેના ખર્ચનો અંદાજ પણ મેળવવામાં આવી રહ્યો છે.

Plastic Currency Notes India – જૂના કાગળના નોટોનું શું થશે?

નવા પ્લાસ્ટિક નોટો આવવાથી લોકોના મનમાં રહેલો જૂના નોટો બંધ થવાનો ડર સરકારે દૂર કર્યો છે. આ નવા પોલીમર નોટો કોઈપણ સંજોગોમાં જૂના કાગળના નોટોની જગ્યા લેશે નહીં, પરંતુ બંને પ્રકારના નોટો બજારમાં એકસાથે ચાલુ રહેશે. નાગરિકો કોઈપણ લેણ-દેણ માટે જૂના કાગળના નોટોનો પણ સરળતાથી ઉપયોગ કરી શકશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર નોટોની આયુષ્ય (Life Span) વધારવાનો છે.

Plastic Currency Notes India – અર્થવ્યવસ્થા અને મોંઘવારી અંગે રાહતભર્યા આંકડા

સંસદમાં નોટોના વિષય ઉપરાંત દેશના આર્થિક વિકાસ અને મોંઘવારી અંગે પણ મહત્વના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. દેશમાં છૂટક મોંઘવારી દર ઘટીને અપેક્ષિત સ્તરની અંદર આવી ગયો છે. આ ઉપરાંત મધ્યમ વર્ગ અને નોકરીપેશા લોકોને ટેક્સ છૂટ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાથી વ્યક્તિગત ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો થયો છે.

👉 આ સમાચાર વાચો:
Amit Shah Statement on Students in Lok Sabha લોકસભામાં આવતીકાલે વિદ્યાર્થીઓ અંગે નિવેદન આપી શકે છે અમિત શાહ, સંસદમાં રાહુલખડગે વચ્ચે બેઠક

Overtime Pay Rules Parliament કામના કલાકો અને ઓવરટાઈમ વેતન પર સંસદમાં મોટું નિવેદન સરકારની સ્પષ્ટતાથી લાખો નોકરીયાતોમાં ખુશીની લહેર
Dalal Street IPO શેરબજારમાં રોનક, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૩૪ કંપનીઓ ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઉઘરાવશે
Sugar Price Rise Ethanols Production મોંઘી ખાંડ એ બદલી નાખ્યો સરકારનો પ્લાન, હવે શેરડીમાંથી નહીં બને ઇથેનોલ! સરકાર ઉઠાવી શકે છે આ મોટું પગલું
Delhi High Court Order on Meesho જો તમે પણ મિશોથી ઓનલાઈન શોપિંગ કરતા હોવ તો સાવધાન! દિલ્હી હાઈકોર્ટે આપ્યો સખત આદેશ
Exit mobile version