ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર 2021
શુક્રવાર.
છેલ્લા 3 દિવસથી સતત ઘટાડા બાદ આજે શુક્રવારે શેર માર્કેટની શરૂઆત સકારાત્મક જોવા મળી રહી છે.
બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા છે.
સેન્સેક્સ 341.76 પોઈન્ટ અથવા 0.57 ટકાના વધારા સાથે ખુલ્યો અને ફરી એકવાર 60 હજારના સ્તરે પહોંચ્યો.
હાલમાં સેન્સેક્સ 60,231.12 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી છેલ્લા ક્લોઝિંગની સરખામણીએ 91.60 પોઈન્ટ ના વધારા સાથે ખુલીને 17965.20 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30માંથી મોટા ભાગના શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ અને આઈટી શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે.
