ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સિંગતેલના ડબ્બાના ભાવ માં એક જ દિવસે રૂપિયા 70નો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 2520 થયો. કપાસિયા ડબ્બાનો ભાવ 2440થી વધીને 2550 થઇ ગયો.
આ ઉપરાંત સૂર્યમુખી, મકાઈ અને પામતેલના ભાવમા પણ વધારો ઝીંકાયો છે.
કહેવામાં આવી રહ્યુ છે કે સટ્ટાખોરી અને નફખોરીના કારણે વણથંભી તેજી આવી છે.
યુદ્ધના પગલે ભારતીય શેર માર્કેટ ફરી કડડભૂસ.. સેન્સેક્સમાં આટલા પોઈન્ટ તુટયો, આ શેરોમાં જોરદાર કડાકો
