Site icon

નવો મહિનો નવા ફરેફાર, આજથી બદલાઈ ગયા બૅન્કિંગ સહિતના અનેક નિયમો; જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01, માર્ચ 2022,          

Join Our WhatsApp Community

મંગળવાર, 

આજે મહાશિવરાત્રી છે અને આ દિવસથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે માર્ચના પહેલા દિવસ એટલે કે 1 માર્ચ, 2022થી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. બેંક અને એલપીજી સિલિન્ડર સંબંધિત નિયમો ઉપરાંત, જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પણ આ એક મહત્વપૂર્ણ તારીખ છે. આવો, અમે તમને જણાવીએ કે એવા કયા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમને આર્થિક રીતે પ્રભાવિત કરી શકે છે.

પેન્શનર્સ માટે 28મી ફેબ્રુઆરી એ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ હતી. 1 માર્ચ એટલે કે આજથી સરકાર તરફથી આપવામાં આવેલ છૂટ સમાપ્ત થઇ જશે. પેન્શન મેળવવા માટે જરૂરી છે કે પેન્શનર્સ પોતાનું જીવન પ્રમાણ પત્ર સમય પર જમા કરાવે. સામાન્ય રીતે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની અંતિમ તારીખ 30 નવેમ્બર હોય છે પરંતુ સરકારી પેન્શનભોગીઓ માટે મોટી રાહત આપતા આ વર્ષે બે વાર તારીખ વધારવામાં આવી. જો તમે સમય સીમા પહેલા જીવન પ્રમાણ પત્ર જમા નથી કરાવ્યું તો તમારું પેન્શન અટકી જશે. જોકે તમે ઘર બેઠા પણ જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો. આ માટે તમારે ડીજીટલ જીવન પ્રમાણ પત્ર જનરેટ કરાવવું પડશે.  

 

આજ થી બેંકમાંથી પૈસા જમા કરાવવા અને ઉપાડવા પરના ચાર્જ સંબંધિત નિયમો પણ બદલાઈ રહ્યા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે IPPBએ ચાર્જ લેવાનું શરૂ કરી દીધું છે. જો તમે IPPBનું ડિજિટલ બચત ખાતું બંધ કરવા જઈ રહ્યા છો, તો તમારે તેના માટે ચૂકવણી કરવી પડશે. IPPB ડિજિટલ બચત ખાતું બંધ કરવા માટે તમારી પાસેથી 150 રૂપિયા ચાર્જ કરશે. આ સાથે તમારે આ 150 રૂપિયા પર GST પણ ચૂકવવો પડશે. જોકે, આ નિયમ 1 માર્ચથી નહીં પરંતુ 5 માર્ચ 2022થી લાગુ થશે.

યાત્રી કૃપયા ધ્યાન દે!!!પશ્ચિમ રેલવે હોળીના તહેવાર દરમિયાન મુંબઈથી આ સ્ટેશનનો વચ્ચે વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવશે.

વધતી જતી મોંઘવારી વચ્ચે અમૂલે દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. નવા દરો આજથી લાગુ થયા છે. અમૂલનો માલિકી હક રાખવાવાળી કંપની ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની તરફથી જણાવવામાં આવ્યું છે કે 1 માર્ચથી આખા દેશમાં આ વધારો લાગુ થશે. કંપની તરફથી આ સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

દર મહિનાની 1લી તારીખે સરકારી ઓઇલ કંપની તરફથી એલપીજી સિલિન્ડર ની કિંમત જાહેર થાય છે. ગેસ સિલિન્ડરની કિંમત સીધી સામાન્ય માણસ પર અસર કરે છે. હાલમાં ઘણા મહિના ની જેમ આ વખતે પણ ઘરેલું રસોઈ ગેસની કિંમતોમાં બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

હર હર મહાદેવ : આજે મહાશિવરાત્રિ – જાણો રાશિ મુજબ કેવી રીતે કરશો ભોલેનાથનો અભિષેક 

આજથી થઇ રહેલ બદલાવોમાં એક ડીબીએસ બેંક ઇન્ડિયા લિમિટેડ તથા લક્ષ્મી વિલાસ બેંકના IFSC કોડ પણ છે. 28 ફેબ્રુઆરી 2022થી જુના કોડ બદલાયા છે. ગ્રાહકોને 1 માર્ચ 2022થી NEFT/RTGS/IMPS નાં માધ્યમથી પૈસાની લેવડ દેવડ માટે નવા કોડનો ઉપયોગ કરવો પડશે. 

Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
Exit mobile version