Site icon

લો બોલો!! ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ શરબત પીવું પણ થયું મોંઘું, એક લીંબુનો ભાવ સાંભળીને ચોંકી જશો.

News Continuous Bureau | Mumbai

મોંધવારી દિવસેને દિવસે સામાન્ય નાગરિકોના ખિસ્સા ખાલી રહી છે. ઇંધણના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. શાકભાજીને લઈને તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે, જેમાં હવે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપનારું લીંબુ શરબત પીવું પણ મોંઘુ થઈ ગયું છે.

Join Our WhatsApp Community

દુનિયાભરના ઠંડા પીણા સામે એકદમ દેશી કહેવાતું લીંબુ શરબત પણ હવે મોંઘુ થઈ ગયું છે. લીંબુના ભાવમાં છેલ્લા થોડા દિવસમાં લગભગ ચાર ગણો વધારો થઈ ગયો છે. રિટેલ માર્કેટમાં એક લીંબુ 10થી 12 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  લો બોલો! નિષ્ક્રિય EPF એકાઉન્ટમાં જમા છે અધધ આટલા હજાર કરોડથી પણ વધુ રકમ, જેનું કોઈ પણ નથી દાવેદાર; જાણો વિગતે

ઉનાળાના આકરા તાપમાં કામ હેઠળ બહાર ફરનારાઓ લીંબુનું શરબત, કલિંગર જેવા ફળ રાહત આપે છે. પરંતુ તેના દરમાં પણ ભારે વધારો થયો છે. નવી મુંબઈની વાશીની એપીએમસી બજારમાં  માર્ચમાં દર દિવસે 15થી 20 ટન લીંબુ વેચાતા હતા. હોલસેલમાં લીંબુ 15થી 25 રૂપિયા કિલો પરથી 60થી 100 રૂપિયા પર પહોંચી ગયા છે. એટલે કે રિટેલ બજારમાં  એક લીંબુનો ભાવ 10થી 12 રૂપિયા થઈ ગયો છે.

લીંબુ શરબત આકરી ગરમીમાં રાહત તો આપે છે પણ તેમાં વિટામિન સી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાચનશક્તિને વ્યવસ્થિત રાખવામાં પણ તે મહત્વનો ફાળો ભજવે છે. લીંબુ થી લોહી પણ શુદ્ધ થાય છે. કોલેરા અને મલેરિયામાં પણ સારવારમાં તેનો ઉપયોગ થાય છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version