News Continuous Bureau | Mumbai
PSU Dividend: દેશની અર્થવ્યવસ્થા હાલ મજબૂત રીતે આગળ વધી રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8.2 ટકા રહ્યો હતો. જેમાં શુક્રવારે મોનેટરી પોલિસી કમિટી ( MPC ) ની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( RBI ) એ પણ GDP વૃદ્ધિનો અંદાજ હવે 7 ટકાથી વધારીને 7.2 ટકા જાહેર કર્યો હતો. તો પાછલા નાણાકીય વર્ષમાં સરકાર દ્વારા મૂડી ખર્ચમાં વધારાને કારણે જાહેર ક્ષેત્રની કંપનીઓ પણ નફાકારક રહી હતી. આ કારણે સરકારી કંપનીઓએ લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ડિવિડન્ડ વહેંચ્યું હતું. તેથી સરકારી કંપનીઓની ઓર્ડર બુક પણ મજબૂત રહી હતી. દેશમાં લિસ્ટેડ સરકારી કંપનીઓએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1.07 લાખ કરોડના ડિવિડન્ડનું વિતરણ કર્યું હતું.
મીડીયા રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 24માં તમામ સરકારી કંપનીઓનો ( government companies ) કુલ ચોખ્ખો નફો 44.3 ટકા વધીને રૂ. 5.3 લાખ કરોડ થઈ ગયો હતો. ગત નાણાકીય વર્ષ દરમિયાન ડિવિડન્ડના આંકડામાં 36.1 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ડિવિડન્ડ પેઆઉટ રેશિયો પણ 27.6 ટકા રહ્યો હતો. ડિવિડન્ડ પેઆઉટ રેશિયો ( Dividend payout ratio ) ચોખ્ખા નફાના ભાગને માપે છે જે કંપની તેના શેરધારકોને ( shareholders ) ડિવિડન્ડ તરીકે વહેંચે છે.
PSU Dividend: સરકારી કંપનીઓ હંમેશા તેમના શેરધારકોને વધુ સારું ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે…
સરકારી કંપનીઓ હંમેશા તેમના શેરધારકોને વધુ સારું ડિવિડન્ડ આપવા માટે જાણીતી છે. જો કે, આ કંપનીઓમાં ( RBI ) સરકારને ડિવિડન્ડ તરીકે રેકોર્ડ 2.1 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. સરકારી કંપનીઓ અને સેન્ટ્રલ બેંક તરફથી રેકોર્ડ ડિવિડન્ડને કારણે સરકારને તેની તિજોરી પર વધારે બોજ નાખ્યા વિના મૂડી ખર્ચ વધારવાની તાકાત પણ આપે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Lok Sabha Election Result 2024: બે ઉમેદવારો પાસે સમાન ચૂંટણી ચિન્હને કારણે ભાજપે સતારા બેઠક જીતી, જયંત પાટીલનો મોટો દાવો..
આ સરકારી કંપનીઓમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ( Indian Oil Corporation ) સૌથી વધુ ડિવિડન્ડ જાહેર કર્યું હતું. આ પછી કોલ ઈન્ડિયા, ઓએનજીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઓઇલે રૂ. 16,526 કરોડ, કોલ ઇન્ડિયાએ રૂ. 15,715 કરોડ અને ONGCએ રૂ. 15,411 કરોડ ડિવિડન્ડ તરીકે વહેંચ્યા હતા. નાણાકીય વર્ષ 2024માં SBIએ રૂ. 12,228 કરોડ અને પાવર ગ્રીડ કોર્પોરેશને રૂ. 10,463 કરોડ ડિવિડન્ડ તરીકે આપ્યું હતું. કુલ ડિવિડન્ડ પેમેન્ટમાં આ 5 કંપનીઓનો હિસ્સો 48 ટકા રહ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)