નામ હી કાફી હૈ! / ગૌતમ અદાણીનું નામ જોડાતા જ રોકેટ બન્યા આ કંપનીના શેર, 3 દિવસમાં 15 ટકાનો ઉછાળો

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ આ કંપની સાથે જોડાવવાના સમાચાર સામે આવ્યા છે, તેની સાથે જ આ કંપનીના શેરમાં 3 દિવસની અંદર 15 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગ્યો છે. જાણો શું છે ખાસ.

Australias Corporate Regulator to Review Hindenburg's Adani Report

અદાણી પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસ કરશે ઓસ્ટ્રેલિયન સરકાર, મીડિયા રિપોર્ટ્સમાં દાવો

News Continuous Bureau | Mumbai

PTC India Share Price : દેશની પાવર ટ્રેડિંગ કંપની પીટીસી ઈન્ડિયા લિમિટેડ (PTC India Ltd) છેલ્લા 1 વર્ષથી ભારે દબાણનો સામનો કરી રહી હતી. પરંતુ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) નું નામ આ કંપની સાથે જોડાવવાના સમાચાર સામે આવ્યા છે, તેની સાથે જ આ કંપનીના શેરમાં 3 દિવસની અંદર 15 ટકાના ઉછાળા સાથે અરપ સર્કિટ લાગ્યો છે. જાણો શું છે ખાસ..

Join Our WhatsApp Community

ત્રીજા દિવસે 5 ટકાનો લાગ્યો અપર સર્કિટ

પીટીસી ઈન્ડિયાના શેરો (PTC India Share) નો શેર આજે સતત ત્રીજા દિવસે 5 ટકાનો અપર સર્કિટને સ્પર્શ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચા છે કે ગૌતમ અદાણી તેમાં હિસ્સો ખરીદી શકે છે. તે પછી જ આ સ્ટોક 3 દિવસમાં 15 ટકા જેટલો વધી ગયો છે. સરકારી વીજ કંપનીઓ પણ આ કંપનીમાં રોકાણ ધરાવે છે. અદાણીની સાથે અન્ય ઘણી કંપનીઓ તેમાં હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે.

4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે

અદાણી ગ્રુપ (Adani Group) પીટીસી ઈન્ડિયામાં તેનો હિસ્સો ખરીદે તેવી અપેક્ષા છે. પીટીસી ઈન્ડિયાની પ્રમોટર કંપનીઓમાં એનટીપીસી લિમિટેડ (NTPC Limited), એનએચપીસી લિમિટેડ (NHPC Limited), પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Power Grid Corporation of India) અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (Power Finance Corporation) નો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ તેમનો 4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે.

 આ સમાચાર પણ વાંચો:   Office Bag Essentials: વર્કિંગ વુમન ઓફિસ બેગમાં રાખો આ 7 વસ્તુઓ, દરેક જરૂરિયાતમાં કામ આવશે

જાણો શેરમાં કેટલો વધારો થયો

પીટીસી ઈન્ડિયાનો શેર બુધવારે 3.38 ટકાના વધારા સાથે 94.90 રૂપિયા પર ખૂલ્યો હતો અને પછી 4.96 ટકા વધીને 96.35 રૂપિયા પર પહોંચ્યો હતો. શેર તેની 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં પીટીસી ઈન્ડિયાના શેરમાં 11.12 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે તેમાં 18.8 ટકાનો વધારો થયો છે. આ કંપનીનું માર્કેટ કેપ 2,852.04 કરોડ રૂપિયા છે.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Gold price: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, કિંમતોમાં જબરદસ્ત તેજી, જાણો મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ
Exit mobile version