ઍલૉપથી પર નિવેદન આપીને ફસાયા બાદ હવે બાબા રામદેવ પોતાની જ કંપનીના સરસવના તેલને લઈને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
રાજસ્થાનના અલવરમાં પતંજલિ કંપનીના સરસવના તેલમાં ભેળસેળની આશંકાને કારણે સિંઘાનિયા ઑઇલ મિલને સીલ કરી દેવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન ખુદ જિલ્લા કલેક્ટર ત્યાં હાજર રહ્યા હતા અને સાથે જ કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે ખાદ્ય તેલ સંગઠને પહેલાંથી જ પતંજલિના સરસવના તેલ સામે વાંધો ઉઠાવ્યો હતો.